Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૫૩.
ત્રીજી ગાથાના ય અને મંત્ર આઠ પાંખડીઓમાં અક્ષરે લખવા અને તેનું હીરકારના ત્રણ આંટાથી વેપ્ટન કરવું. આ યંત્ર વિધિથી લખીને તથા તેનું પૂજન કરીને સ્ત્રીને ડાબા હાથે બાંધવાથી તે વંધ્યા હોય તે ગર્ભ ધારણ કરે છે, મૃતવત્સા દોષવાળી હોય તે તેને જીવતા બાળક અવતરે છે અને તે જીવે છે, તથા કાકવંધ્યા હોય તે પણ બાળકને જન્મ આપે છે. આ યંત્રથી ભૂતપિશાચાદિના ઉપદ્રવમાં રક્ષણ થાય છે.
āકારની અંદર સાધકનું નામ લખીને બહાર ફરતા સેળ સ્વર વીંટવા. પછી તેની બહાર આઠ પાંખડીમાં “ જૂ° દૃ* મુદ્દે સવા” એ શબ્દો લખવા અને ઉપર દૂ કારના ત્રણ આંટા મારવા. આ યંત્ર બાળકની ભુજાએ બાંધવાથી ગ્રહપીડાને નાશ થાય છે.
વચ્ચે ફ્રીકારમાં સાધકનું નામ લખવું અને તેને ત્રણ આંટાથી વીંટ. તેની ઉપર આઠ કમળની પાંખડીઓમાં ફ્રી રેવત્ત એટલે હી અને સાધકનું નામ લખવું. તેમાં ફરતા હી કારના ત્રણ આંટા કરવા. આ યંત્ર વિધિપૂર્વક તૈયાર કરીને સ્ત્રી અથવા પુરુષના હાથે ધારણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
ધંકારની અંદર સાધકનું નામ લખીને, બહાર ફરતી. ચાર પાંખડીઓમાં વકાર લખીને, તેની બહાર ફરતી આઠ પાંખડીઓમાં કાર લખીને ફરતા હી કારના ત્રણ આંટા મારવા. આ વૈરેટયા નામની વિદ્યા છે અને તે સર્વ જાતના શુદ્રોપદ્રવનું નિવારણ કરવામાં સમર્થ છે.