Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
નવ ગાથાનું સ્તોત્ર
૨૬૩ માન, માયા અને લેભ એ ચારેય કષાયને નાશ થાય, ત્યારે જ આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં રમણ કરે છે અને તે કેવલજ્ઞાન તથા કેવલદર્શનથી વિભૂષિત થઈ સર્વજ્ઞની પંક્તિમાં વિરાજે છે. - આ આત્મા અનંત શક્તિવાળે છે, પણ તેની એ શક્તિઓ આઠ પ્રકારના કર્મોથી આચ્છાદિત થઈ ગયેલી છે. જે એ આઠ કર્મો સંપૂર્ણ નાશ પામે તે તેને સંસાર પણ નાશ પામે, એટલે કે તેને ફરી કઈ પણ ભવ કરે પડે નહિ. શ્રી પાર્શ્વનાથ ભગવાને પરમ પુરુષાર્થ ફેરવીને જ્ઞાનાવરણીય આદિ આઠે ય કર્મોને સંપૂર્ણ નાશ કર્યો, તેથી તેમના ભવભ્રમણને અંત આવી ગયે.
પરમાર્થથી નિષિતાર્થ થવું એટલે કૃતકૃત્ય થવું, એક્ષસુખની પ્રાપ્તિ કરવી. જે આત્મા આ રીતે મેક્ષસુખની પ્રાપ્તિ કરે છે, તે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત અવ્યાબાધ સુખ, અનંત ચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુત અને અનંતવીર્ય એ આઠ ગુણને અધીશ્વર એટલે સ્વામી બને છે અને લેકના અગ્ર ભાગે આવેલી સિદ્ધશિલામાં સિદ્ધ ભગવંત રૂપે વિરાજે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન આ પ્રમાણે આઠ ગુણના અધીશ્વર બનીને સિદ્ધશિલામાં સિદ્ધભગવંતરૂપે વિરાજી રહ્યા છે, તેમને હું વંદન કરું છું.
અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનને સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણું અનુસંધાનથી તેમનું નામ સમજવાનું છે. આમ તે આ ગાથા વડે દરેક સિદ્ધ ભગવંતને વંદન થાય છે