Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કર
ઉવસગ્ગહર સ્નાત્ર
છે અને જે પરમાર્થીમાં નિશ્ચિંતા છે તથા આઠ ગુણાના અધીશ્વર છે, તેમને વંદન કરું' છું.
આઠ મસ્થાના આ પ્રમાણે ગણાય છેઃ (૧) જાતિમઢ, (૨) લાભમદ, (૩) કુલમઢ, (૪) ઐશ્વર્યંમદ, (૫) અલમદ, (૬) રૂપમદ, (૭) તપમદ અને (૮) શ્રુતમ. આમાંના કોઈ પણ મદ્રસ્થાનનુ સેવન થાય તે આત્મવિકાસમાં અંતરાય થાય છે અને ભવિષ્યમાં તેનાં માઠાં ફળેા ભોગવવા પડે છે. શ્રી હરિકેશિમુનિએ પૂર્વભવમાં જાતિમઢ કર્યાં હતા, તેથી તેમને ચાંડાલના કુલમાં અવતરવું પડયું. તેજ રીતે સુભૂમ ચક્રવતી ને લાભમઢ થતાં બીજા છ ખંડો સાધવાના મનસુબે જાગ્યા અને તેમાં તેણે પ્રાણ ગુમાવ્યા. મરીચિએ કુલમદ કરતાં તેને વારંવાર નીચા કુલમાં અવતરવું પડયું અને તીથકરના ભવે પણ બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થવું પડયું”. જો કે પાછળથી ઈન્દ્રનું આસન ક પતાં હિરણગમૈષી દેવતા દ્વારા ગનું પરાવર્તન થયું અને તેમના જન્મ સિદ્ધાર્થ રાજાની પત્ની ત્રિશલાદેવીની કુક્ષિએ થયા. આ રીતે બીજા મદાનાં પરિણામ પણ ઘણા મૂરાં આવેલાં છે; પરંતુ શ્રી પાર્શ્વનાથ ભગવાને પેાતાની સાધના દરમિયાન આ આઠે ય મદ્રસ્થાને ને જિતી લીધાં હતાં અને પેાતાની સાધનાને ઉજ્જવલ મનાવી હતી.
ય
અહીં એ વસ્તુ પણ સ્પષ્ટ કરવી જોઈએ કે કોઈ પણ પ્રકારના મઢ માનરૂપ કષાયમાંથી ઉદ્ભવે છે અને જ્યાં સુધી કોઈ પણ કષાયના અંશ આત્મામાં રહેલા હાય ત્યાં સુધી તેને કેવલજ્ઞાન અને કેવલદન થતાં નથી. જ્યારે ક્રાધ,