Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૦૨
ઉવસગ્ગહરે તેત્ર રાખવી કે શ્રી પાર્શ્વનાથ પ્રભુને જે પ્રણામ કરવા, તે ખૂબ શ્રદ્ધા-ભક્તિપૂર્વક કરવા. તે વખતે મનમાં અન્ય કોઈ વિચાર આવવા દે નહિ કે મનને જરાય ડગમગતું રાખવું નહિ.
પ. ભાવાર્થ હે ભગવન્ ! વિષધરરકુલિંગ નામને તમારે મંત્ર અત્યંત પ્રભાવશાળી છે, પણ એ વાતને હાલ બાજુએ રાખું; કારણ કે તમને વિશુદ્ધ ભાવે કરાયેલ પ્રણામ પણ સૌભાગ્ય, આરોગ્ય, ધન, ધાન્ય, કલત્ર, દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય અને દેવકનાં સુખ આપનાર છે. અને કદાચ તથાવિધ આયુષ્ય બંધના કારણે દેવગતિમાં જન્મ ન થતાં મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં જન્મ થાય તે પણ ત્યાં દુઃખ કે દુર્ગતિ તે પ્રાપ્ત થતી જ નથી. એટલે કે ત્યાં પણ સુખ અને સન્માન આદિની જ પ્રાપ્તિ થાય છે.