Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સ્તેાત્રચના અગે વિશિષ્ટ વિચારણા
૨૨૧
આ સ્તોત્રની રચના શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવા અથે થયેલી છે, તેથી પ્રથમ ગાથામાં તેમના વિવિધ ગુણાની સ્તુતિ-સ્તવના કરવામાં આવી છે. તેમાં સહુથી પ્રથમ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગાનું હરણ કરનારા એવા દેવ–દેવીએ નિરંતર જેમની સમીપમાં રહે છે, એવા જણાવ્યા છે, તે એમના તીથંકર તરીકેના વિશિષ્ટ અતિશયનું સૂચન કરે છે. સામાન્ય રીતે દરેક જિન, અત્ કે તીથંકરદેવની સમીપે એક કેટિ દેવતા રહે છે અને તેમાં શાસનદેવ કે દેવીનુ સ્થાન પામેલા દેવ-દેવીએ તેમની વિશિષ્ટ રીતે ભક્તિ કરતા હૈાય છે. અહીં ઉપસતું હરણ કરનારા વિશિષ્ટ દેવ-દેવીઓમાં પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી, વેરાયા આઢિની મુખ્યતા સમજવી. તેઓ શ્રી પાર્શ્વનાય ભગવાનની અનન્ય ભાવે ભક્તિ કરનારના સર્વ ઉપસર્ગા દૂર કરે છે. શ્રી ધરણેન્દ્ર અને પદ્માવતી તો આજે પણ જાગતા મનાય છે, એટલે કે તે શ્રી પાર્શ્વ ભક્તિના પ્રભાવ બતાવી રહેલ છે અને તે જ કારણે સ શાસનદેવતાઓમાં તેમની ઉપાસના વધારે પ્રમાણમાં થાય છે.
તે પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનને કરૂપી વાદળથી મુક્ત અથવા તા સ ઘાતીકમથી રહિત જણાવ્યા છે, તે એમના વિશિષ્ટ જ્ઞાનાતિશય સૂચવે છે. જ્યારે જ્ઞાનાવરણીય દનાવરણીય, મેાહનીય અને અંતરાય એ ચારે ય ઘાતી કર્મોના ક્ષય થાય છે, ત્યારે કેવલજ્ઞાન પ્રકટે છે અને તેના લીધે તેમનામાં સર્વજ્ઞતા અને સદશીપણુ' આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન આવા સČજ્ઞ અને સČદશી હતા અને