Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ત્રીજી ગાથાનું, અ-વિવરણ
૨૦૧
દુઃખ વેઠવું પડે નહિ કે દુર્ભાગ્યના સપાટામાં આવવું પડે નહિ અને તિ ંચના ભવમાં સુવર્ણ, રત્ન, ચિંતામણિ, કલ્પ– દ્રુમ, પટ્ટતુરંગ કે જયકુંજર રૂપે ઉત્પન્ન થાય અને એથી સન્માનને પાત્ર અને. શ્રીપાર્શ્વનાથ પ્રભુને વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરવાનુ આ કેટલું માટુ ફળ ?
અહીં કોઈ એમ કહેતુ હાય કે · આ તે બધી શ્રદ્ધા– ગમ્ય વસ્તુ છે. તે આપણી બુદ્ધિમાં ઉતરે તેવી નથી.’ તે એમ કહેનારે સમજવુ જોઈ એ કે અધ્યાત્મવાદના મૂળ પાયે જ શ્રદ્ધા છે અને તેને અનુસરવામાં મનુષ્યનુ જેવુ અને જેટલુ કલ્યાણ છે, તેવુ અને તેટલુ કલ્યાણ બુદ્ધિને અનુસરવામાં નથી. બુદ્ધિ તેા કર્માનુસારિણી છે, એટલે અશુભકર્મના ઉદય હાય તા તે આપણને ખોટા રવાડે પણુ ચડાવી દે અને તેથી આપણે ઘણું સહન કરવું પડે. જ્યારે શ્રદ્ધા પર ટકી રહેનારને સત્ય માદન મળે છે અને તેથી તેનુ કલ્યાણ થાય છે. વળી આમાં બુદ્ધિમાં ન ઉતરે એવુ છે શું? શ્રીપાર્શ્વનાથ પ્રભુને વિશુદ્ધ શ્રદ્ધાપૂર્ણાંક નમસ્કાર કરતાં મહાપુણ્ય અંધાય છે અને તેનાં કારણે આ બધી વસ્તુએ આવી મળે છે.
2
આમ છતાં જો આ વાત બુદ્ધિમાં ન ઉતરતી હાય તે થાડા દિવસ માટે એક પ્રયાણ કરી જુએ. કોઈપણ કામે અહાર જવું હેાય કે દુકાન અથવા પેઢીએ બેસવુ હોય તો તે પહેલાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિશુદ્ધ ભાવે ત્રણ પ્રણામ કરવા. તેનું જે પિરણામ આવશે, તેના પરથી આ વાત તમારી બુદ્ધિમાં બરાબર ઉતરશે. પણ એક વાત ખ્યાલમાં