Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૧૪
ઉવસગ્ગહર સ્તાત્ર
કામ, (૧૩) મિથ્યાત્વ, (૧૪) અજ્ઞાન, (૧૫) નિદ્રા, (૧૬) અવિરતિ, (૧૭) રાગ અને (૧૮) દ્વેષ, આ અઢાર દોષા અરિહંત દેવમાં હાતા નથી.’
અહી એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે આ અઢાર દાષા ગયા, એટલે બધા દેષા ગયા સમજવા. પછી કોઈ દોષ રહેતા નથી.
જો અરિહંત દેવની ભક્તિ મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક કરવામાં આવે તે તે મુક્તિમાર્ગ દેનારી બને છે. તે માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક-નિયુક્તિમાં કહ્યુ
છે કે
भत्तीइ जिणवराणं, खिज्जंती पुव्वसंचिआ कम्मा |
· શ્રી જિનેશ્વરદેવની ભક્તિથી પૂના અનેક ભવાનાં સંચિત કરેલાં કર્યાં ક્ષય પામે છે.’
આ ભક્તિ બે પ્રકારે થાય છેઃ દ્રવ્યથી અને ભાવથી. ચૈત્યનિર્માણ, ચંદનપૂજા, પુષ્પપૂજા, ગધપૂજા, પપૂજા આદિ દ્રવ્યભક્તિ છે અને ગુણાનું સ્મરણ, ગુણાનુ કીન, અંતરંગપ્રીતિ, સમ્યકત્વ તથા આજ્ઞાપાલન એ ભાવભક્તિ છે. અને પ્રકારની ભક્તિમાં ભાવભક્તિ ઉત્તમ છે, કારણકે તે આત્માના અધ્યવસાયાની શુદ્ધિરૂપ છે. આટલા વિવેચનથી પાઠકોને ભક્તિના મમ સમજાઈ જશે.
દિયા ( ચેન )–હાય વડે, અંતઃકરણથી, મનથી. ટીકાકારોએ હૃદયના અર્થ અંતઃકરણ કે મન કર્યાં છે, જેમકે