Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨oo
ઉવસગ્ગહર તેત્ર “સુતેવા સત્ય '-દુર્ગતિને જે ભાવ-પરિણામ તે દર્ગત્ય. સંપત્તિને નાશ થવે, પ્રતિષ્ઠાને નાશ થવે કે એકાએક દરિદ્ધાવસ્થામાં-કઢંગી હાલતમાં મૂકાઈ જવું, એ દુર્ગતિ છે.
અહીં “વો ” એવો પાઠ પણ મળે છે. તેને અર્થ દુર્ભાગ્ય થાય છે. દુર્ગતિ અને દુર્ભાગ્ય તત્ત્વથી તો એક જ છે.
થડ વિવેચનથી આ અર્થોની સંકલન બરાબર થઈ શકશે.
ઉપર જે અઢાર અક્ષરના વિષધરસ્ફલિંગ મંત્રની વાત કરી, તે અત્યંત પ્રભાવશાળી છે, પણ તે પુરશ્ચરણ, ઉત્તરચરણ, હેમ, તપ, જપ આદિ પ્રકિયાઓથી સાધ્ય હેઈને કષ્ટજન્ય છે. તાત્પર્ય કે બધા મનુષ્ય એની યથાવિધિ સાધના-આરાધના-ઉપાસના કરી શકે એ સંભવિત નથી. પરંતુ એથી તેમણે નિરાશ થવાનું નથી, કારણકે શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિશુદ્ધ ભાવે કરાયેલો એક પ્રણામ પણ બહુ ફળ આપનારે થાય છે, એટલે કે તેનાથી સૌભાગ્ય, આરોગ્ય, ધન, ધાન્ય, પત્ની, દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય અને સ્વર્ગ આદિ પણ પ્રાપ્ત થાય છે.
જે જીવ શ્રી પાર્શ્વનાથ ભગવાનને વિશુદ્ધ-શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરે છે, તે સમ્યગૃષ્ટિ છે અને મૃત્યુ બાદ દેવ તરીકે જ ઉત્પન્ન થાય છે. છતાં તેણે આયુષ્ય પહેલાં બાંધ્યું હોય તે ભવપરંપરામાં મનુષ્ય કે તિર્યંચ તરીકે જન્મે, પણ તેને દુઃખ કે દુર્ગતિની પ્રાપ્તિ તે ન જ થાય. વધારે સ્પષ્ટ કહીએ તે મનુષ્યના ભવમાં તેને શારીરિક કે માનસિક કેઈ પ્રકારનું