Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્તાત્રને અજમ પ્રભાવ
૮૯
પ્રકારની પ્રાપ્તિ થાય છે. તે આ પ્રમાણે : (૧) પુણ્ય, (૨) પાપક્ષય, (૩) પ્રીતિ, (૪) પદ્મા અને (૫) પ્રભુતા.’
ઉવસગ્ગહરં સ્તેાત્રનું સ્મરણ કરતાં મુખ્યત્વે પુરુષાદાનીય શ્રીપાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ થાય છે. એ સ્મરણમાં પાંચ કાર આપવાની શક્તિ રહેલી છે. પહેલા કારથી ( પુણ્યથી) પુણ્યની અભિવૃદ્ધિ સમજવી. બીજા કારથી પાપક્ષય સમજવા. ત્રીજા વકારથી ( પ્રીતિથી ) લેાકેાની પ્રીતિ અર્થાત્ લેાકપ્રિયતા સમજવી. ચોથા કારથી (પદ્માથી) લક્ષ્મી સમજવી અને પાંચમા પકારથી પ્રભુતા એટલે સ કાર્યોંમાં અગ્રેસરપણું સમજવુ.
उपसर्गहरस्तोत्रमष्टोत्तरशत सदा ।
यो ध्यायति स्थिरस्वान्तो मौनवान् निश्चलासनः ॥ ६ ॥ तस्य मानवराजस्य, कार्य सिद्धिः पदे पदे भवेच्च सततं लक्ष्मीचञ्चलाऽपि हि निश्चला ॥७॥
જે મનુષ્ય આસન સ્થિર કરી, મૌનપણે, સ્થિરચિત્તથી ઉપસર્ગ હસ્તેાત્રનુ ૧૦૮ વાર નિરંતર સ્મરણ કરે છે, તે શ્રેષ્ઠ મનુષ્યને પગલે પગલે કાર્યસિદ્ધિ થાય છે અને લક્ષ્મી સ્વભાવે ચંચલ હાવા છતાં તેને ત્યાં નિશ્ચલા સ્થિર થઈને રહે છે, અર્થાત્ તેનુ ઘર છેડતી નથી.'
ઉપસર્ગ હસ્તેાત્રનુ સ્મરણુ કેવી રીતે કરવું ? તેને અહીં નિર્દોષ કરવામાં આવ્યા છે. પ્રથમ તે માટે કોઈ અનુકૂળ આસન ગ્રઢુ કરીને બેસવુ જોઈએ. જો પદ્માસન કે સ્વસ્તિ