Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
યંત્રના મહિમા
૧૫૫
ધ્યાનને લગતા યંત્ર કમલાકૃતિમાં હાય છે, તેમજ સૌભાગ્યકર, વિવાદજય વગેરે ય ંત્રામાં પણ કમલની પાંખડીઓને ઉપયેગ હેાય છે. કેટલાક યંત્રો પણ્ની તથા વૃક્ષની આકૃતિના પણ જોવામાં આવ્યા છે. સપના ઉપયોગ યંત્રમાં સારી રીતે થયેલેા છે. ખાસ કરીને નિગ્રહાર્દિ કા માં તે વિશેષ જોવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ને વશ કરવા હાય તે! સપનુ ચિત્ર દોરી તેના શરીરના ત્રણ ભાગ પર ત્રણ હી કાર લખવામાં આવે છે અને મુખ આગળ એક હી કાર લખવામાં આવે છે.
યંત્રમાં અન્ધ વગેરે કેટલીક પશુઓની આકૃતિ જોવામાં આવે છે અને મનુષ્યની આકૃતિનાં પણ વિધવિધરૂપે દન
થાય છે.
આ રીતે યત્રમાં આકૃતિના પાર નથી, પણ તેમાં ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુલની મુખ્યતા છે.
યંત્રની ગાઠવણ :
યંત્રમાં ગાઠવણ પણ અતિ મહત્ત્વની વસ્તુ છે, એટલે જે દેવ, દેવી, તેમના પરિવાર, બીજાક્ષરા, અન્ય વાં, અકા કે વિશિષ્ટ આકૃતિ જ્યાં સ્થાપવાનું વિધાન હાય, ત્યાં જ સ્થાપવા જોઈએ. તેમાં કઈ પણ ફેરફાર ચાલી શકે નહિ. સંચામાં અનેક પ્રકારની કળા હાય, તા જ એ સચા કામ આપે છે, અન્યથા આપતા નથી, યંત્રમાં પણ આ જ સ્થિતિ સમજવી.