Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૯૪
ઉવસગ્ગહર સ્તોત્ર (૧૩) કાનની પીડા, (૧૪) કંટૂ (ખુજલી), (૧૫) જલદર અને (૧૬) કે.
મા એટલે અભિચાર કે મારણપ્રયોગથી ફાટી નીકળેલ રિગ અથવા મરકી. અર્થકલ્પલતામાં કહ્યું છે કે “મારસામૃયુરક્ષામશિર્વ-સર્વવ્યાપક મૃત્યુરૂપ અશિવ. સિદ્ધિચંદ્ર ગણિએ પણ મારી શબ્દને અર્થ આ પ્રમાણે જ કર્યો છે, જ્યારે શ્રી હર્ષકીતિસૂરિએ મોકૂવા-મરકીને ઉપદ્રવ એ પ્રમાણે અર્થ કર્યો છે. જે રેગ લાગુ થવાથી મનુષ્ય મેટા પ્રમાણમાં શીવ્ર મરવા લાગે, તેને મરકી કહે છે. પ્લેગ, કેલેરા વગેરે તેના પ્રકારે છે.
આગળના જમાનામાં “મહામારી ફાટી નીકળતી, ત્યારે મનુષ્ય ટપોટપ મરવા લાગતા અને છેડા વખતમાં તે મોટો સંહાર થઈ જતો. આવા વખતે લોકે ભયભ્રાંત થાય અને તેના ઉપાયો શોધે એ સ્વાભાવિક છે, પરંતુ તેમાં વૈદ્યકીય ઉપચારે કામ લાગતા ન હતા, એટલે દૈવીશક્તિનું શરણ શૈધતા અને મહાપુરુષ કૃપાવંત થઈને તેમને મંત્ર–તેત્રાદિની વિશિષ્ટ રચના વડે એ પ્રકારનું શરણ આપતા. આજે ગામનગરની રચના સુધરતાં તથા તેમાં સફાઈનું પ્રમાણ વધતાં, તેમજ તે માટે કેટલાંક અકસીર ઔષધ ધાતાં તેને ભય ઘણો ઓછો થઈ ગયે છે, છતાં તે કઈ કઈ વાર દેખાવ દે છે, ત્યારે લેકે ત્રાસ પામી જાય છે અને સ્થાનાંતર વગેરે કરીને પિતાને બચાવ કરવા માટે પ્રયત્નશીલ રહે છે - ૨. જ્ઞાતાધર્મકથાના તેરમા અધ્યયનમાં આ નામો આપેલાં છે.