Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
બીજી ગાથાનું અર્થ-વિવરણ
૧૯૩ તરસ (તસ્ય) –તેના.
પહ–જો–મારી-તુરા (ઘ-1-મારિ-હુક્યરા) –ગ્રહચાર, રંગ, મરકી આદિ ઉત્પાત તથા વિષમ જવરે.
જૈન શાસ્ત્રોમાં ૮૮ ગ્રહોને ઉલ્લેખ આવે છે, પણ તિષશાસ્ત્રની દૃષ્ટિએ રવિ (સૂર્ય), સોમ (ચંદ્ર), મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એ નવ ગ્રહની મુખ્યતા છે. મનુષ્યના જન્મ-સમયે તેઓ આકાશમાં જે સ્થાન ભોગવતા હોય છે, તે પ્રમાણે તેઓ શત્રુ અથવા મિત્રનું કામ કરે છે. અહીં ગ્રહ શબ્દથી ગ્રહચાર એટલે કે ગ્રહની માઠી અસર સમજવાની છે.
શ્રી હર્ષકીર્તિસૂરિએ ગ્રહને અર્થ ભૂત, પ્રેત, પિશાચ વગેરેને આવેશ પણ કર્યો છે: “પ્રાઃ સૂર્યા જોવો શુમાર મૂત-પ્રેત-ધિરાજારીનાં વેરા વા ” ગ્રહો એટલે સૂર્ય આદિ ગોચરમાં રહેલા અશુભ ગ્રહો અથવા ભૂત, પ્રેત, પિશાચ આદિના આવેશે.”
રેગ શબ્દથી અહીં વાતજન્ય, પિત્તજન્ય, કફજન્ય તથા સન્નિપાતજન્ય વ્યાધિઓ સમજવા અથવા તે કાસ, શ્વાસ, ભગંદર, કે આદિ રોગો સમજવા અથવા તે શાસ્ત્રમાં જે સેળ મહારે કહ્યા છે, તે સમજવા. તેનાં નામે આ પ્રમાણે જાણવાઃ (૧) શ્વાસ, (૨) કાસ (ખાંસી), (૩) જવર (તાવ), (૪) દાહ (બળતરા), (૫) કટિફૂલ (પડખાનું ફૂલ), (૬) ભગંદર, (૭) હરસ, (૮) અજીર્ણ, (૯) નેત્રશુલ, (૧૦) ઊર્ધ્વશૂલ (પેટપીડ), (૧૧) અરુચિ, (૧૨) આંખની પીડા, ૧૩