Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૮૨
ઉવસગ્ગહર સ્તોત્ર જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો જીવરૂપ ચન્દ્રના જ્ઞાનરૂપ કિરણમંડલનું આચ્છાદન કરતા હોવાથી મેઘ જેવાં છે, વાદળ જેવાં છે. કહ્યું છે કે પ્રકૃતિથી ભાવની શુદ્ધિને લઈ જીવ ચન્દ્ર જેવો છે, વિજ્ઞાન ચન્દ્રિકા જેવું છે અને એનું આવરણ મેઘ જેવું છે.”
હવે પરનિપાતથી ઘર શબ્દને જનું વિશેષણ બનાવીએ તે ઘનનો અર્થ દીર્ઘકાલની સ્થિતિવાળાં, અથવા બહુ પ્રદેશવાળા અથવા નિબિડ એ અર્થ સંપન્ન થાય અને એ રીતે વર્મેઘરજને અર્થ નિબિડ કર્મથી રહિત-ઘાતકર્મથી રહિત એવો થાય. જે આત્મા ઘાતકર્મથી રહિત થાય, તે અવશ્ય સર્વજ્ઞ અને સર્વદશ થાય, એટલે આ વિશેષણથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની સર્વજ્ઞતા સૂચિત કરવામાં આવી છે.
વિદર-વિ-નિનામં (વિવાર-વિષ-નિના)વિષધરનું વિષ દૂર કરનાર
વિવું ઘરતીતિ વિષધર –જે વિષને-ઝેરને ધારણ કરે, તે વિષધર કહેવાય. તેને પ્રસિદ્ધ અર્થ સર્ષ કે નાગ છે. શાસ્ત્રોમાં તેનાં નીચે મુજબ દશ કુળ માનેલાં છે: (૧) અનંત, (૨) વાસુકિ, (૩) તક્ષક, (૪) કર્કોટ, (૫) પ, (૬) મહાપદ્ધ, (૭) શંખપાલ, (૮) કુલિક, (૯) જય અને (૧૦) વિજય. આ દશેય પ્રકારના નાગેનું પાર્થિવ આદિ ઝેર દૂર કરનાર. અર્થક૯૫લતામાં કહ્યું છે કે “અવિનામદૂતમન્ન जापाद् हि सर्वविषधरविषनाशः सुप्रतीत एव माग्निकाणाम्ભગવાનના નામથી પવિત્ર થયેલા મંત્રનો જાપ કરતાં સર્વે