Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પહેલી ગાથાનું અર્થ-વિવરણ
૧૮૧ મણમાં ઘણું અલ્પ અંકાયેલું છે. તાત્પર્ય કે વંદનની ક્રિયા યથાર્થ પણે કરવા માટે દ્રવ્યવંદનની સાથે ભાવવંદનની ક્યિા પણ અવશ્ય કરવી જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તે જ્યારે મન, વચન અને કાયા એ ત્રણેય વસ્તુ પ્રશસ્ત રીતે પ્રવર્તે, ત્યારે જ સાચું વંદન થાય છે.
વંદન-પ્રણામ-નમસ્કાર એ નમ્રતાનું ચિહ્ન છે, ભક્તિનું નિશાન છે અને કૃતજ્ઞતાને સંકેત છે, એ ભૂલવાનું નથી. અમે “નમસ્કારમંત્રસિદ્ધિ ગ્રંથમાં “નમસ્કારની ઉપાદેયતા” નામના ખાસ પ્રકરણમાં આ સંબંધી વિશેષ વિવેચન કરેલું છે.
મેળામુ (કર્મ નમુતમ્ )-કર્મના સમૂહથી મુક્ત, કર્મરૂપી વાદળથી રહિત કે ઘાતકર્મથી રહિત.
# ને ઘરે તે જર્મન. અહીં ફર્મ શબ્દથી આત્માની શક્તિઓને આવરનાએ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મો સમજ્યાં. ધન એટલે સમુદાય કે સમૂહ, અથવા મેઘ કે વાદળ. મુ એટલે મુક્ત, મૂકાયેલાથી રહિત. આ રીતે વર્ણવત્તગુe નો અર્થ કર્મના સમૂહથી મુક્ત અથવા કમરૂપી વાદળથી મુક્ત એવો થાય છે.
અર્થકપલતામાં કહ્યું છે કે “જર્માનિ જ્ઞાનાવાળીयाद्यष्ट तानि जीवचन्द्रमसो ज्ञानांशुमण्डलच्छादकत्वात् घना इव जलदा इव कर्मघनाः ।
स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभ्रवत् ॥