Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પહેલી ગાથાનું અર્થ-વિવરણ
૧૮૫
મં–રસ્ટાઇ–ગવાક્ષ (મઢ-ચા-પ્રવાસમ્) મંગલ અને કલ્યાણના આવાસરૂપ, મંગલ અને કલ્યાણને રહેવાના સ્થાનરૂપ, પરમ મંગલમય તથા પરમ કલ્યાણમય.
મસ્ટ અને સ્થાને તે મા-ચાળ, તેને ગાવા તે મઢ-ચાન-માવાસમગ્ન એટલે વિદ્ધની ઉપશાંતિ, શાળ એટલે સંપત્તિને ઉત્કર્ષ. “તથા માનિ જ વિદ્ગપરમપાળ, યાનિ સમ્પયુર્ષણ .” (અ.ક.) શ્રી સિદ્ધિચંદ્રગણિએ મંગલને અર્થ શ્રેય અને કલ્યાણને અર્થ સંપત્તિને ઉત્કર્ષ કર્યો છે, જ્યારે શ્રી હર્ષકીર્તિસૂરિએ મંગલને અર્થ દુરિતનું ઉપશમન તથા કલ્યાણને અર્થ નીગિતા અથવા સંપત્તિનો ઉત્કર્ષ એ પ્રમાણે કર્યો છે. તેને રહેવાનું જે સ્થાન, ગૃહ, તે મર-ચાળ-પ્રવાસ. તાત્પર્ય કે શ્રી પાર્શ્વનાથ ભગવાન મંગલ અને કલ્યાણની સાક્ષાત મૂર્તિ છે, પરમ મંગલમય તથા પરમ કલ્યાણમય છે.
પ. ભાવાર્થ જેમની સમીપમાં રહેલા દેવ-પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી આદિ ભક્તજનેના સર્વ ઉપસર્ગોને દૂર કરે છે, જેઓ ઘાતકર્મથી મૂકાયેલા હેઈ સર્વજ્ઞ અને સર્વદર્શી પણ પામેલા છે, જેમનું નામસ્મરણ ભયંકર સાપના ઝેરને નાશ કરનારું છે તથા જેઓ મંગલ અને કલ્યાણના પરમધામ હાઈ સર્વેને એક સરખા પૂજ્ય છે, તે શ્રી પાર્શ્વનાથ ભગવાનને હું મનવચન-કાયાની શુદ્ધિપૂર્વક વંદન કરું છું.
પાઠકે આ અર્થ પર શક્ય એટલું ચિંતન-મનન જરૂર કરે.