Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્નાત્ર
• આ સ્તવનની માત્ર એક ગાથા ભણવાથી પણ શાંતિ થાય છે, તો પંચગાથાપ્રમાણુ પૂર્ણ સ્તોત્રનું તો કહેવુ જ શું ? ’
તાપ કે પાંચ ગાથા એ આ સ્તોત્રનું પૂર્ણ પ્રમાણ છે. એ કથામાં આગળ તેમણે જણાવ્યું છે કે ‘ પ્રથમ આ સ્તવનમાં છઠ્ઠી ગાથા પણ હતી. તેના સ્મરણથી ધરણે દ્ર તરત જ પ્રત્યક્ષ થતા હતા અને કષ્ટોનું નિવારણ કરતા હતા. પછી ધરણેન્દ્રે પૂજ્યશ્રી એટલે સ્તોત્રના રચિયતા શ્રી ભદ્રમાસ્વામીને કહ્યું કે ફરી ફરી મારે અહીં આવવુ પડે છે, તેથી હુ· મારા સ્થાને રહી શકતો નથી, માટે છઠ્ઠી ગાથાને ભંડારમાં મૂકી દો. હવેથી પાંચ ગાથાઓનુ સ્મરણ કરવાથી પણ હું સાન્નિધ્ય કરતો રહીશ.' ત્યારથી પાંચ ગાથાપ્રમાણુ સ્તવનના પાઠ કરવામાં આવે છે.’
૧૭૨
વિક્રમની સત્તરમી સદીમાં થયેલા શ્રી હર્ષ કીતિ સૂરિએ આ સ્તોત્રની ટીકામાં નીચેના શ્લાકનુ ઉદ્ધરણ કર્યું છેઃ— [ શાહિનીવ્રુત્તમ્ ] स्तोत्रस्यास्याष्टातिरिक्तं शतं यः । कुर्याज्जापं पञ्चगाथात्मकस्य । तस्यावश्यं मङ्क्षु नश्यन्ति विघ्नास्तं निःशेषा वृण्वते सिद्धयथ ॥ · આ પંચગાથાત્મક સ્તોત્રના
જે ૧૦૮ વાર જપ
કરે છે, તેના વિઘ્ના તરત જ અવશ્ય નાશ પામે છે અને તેને નિશેષ સિદ્ધિઓ વરે છે.
"
-