Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
[ ૭ ] તે અંગે અમારે અનુભવ
બાર વર્ષની ઉમરે અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા પછી અમને વ્યવસ્થિત ધાર્મિક શિક્ષણ મળવા માંડ્યું, ત્યારે અન્ય સ્તુતિ- સ્તવનસ્તોત્રની જેમ આ સ્તોત્ર કંદરથ કર્યું. અમને અપાતાં ધાર્મિક શિક્ષણમાં બે વસ્તુ મહત્ત્વની હતી : સૂત્રની ઉચારશુદ્ધિ અને તેના અર્થનું જ્ઞાન. તેથી અમે આ સૂત્ર શુદ્ધ ઉચ્ચારણ પૂર્વક બેલતા શીખ્યા અને તેમાં કે વિષય આવે છે? તેનાથી પરિચિત થયા.
આ સ્તોત્ર કેમ રચાયું ? તેની માહિતી પછીથી મળી, પણ તેણે અમારા મનમાં એ સંસ્કાર દઢ કર્યો કે આ રતોત્ર એક ચમત્કારિક સ્તોત્ર છે અને તેની જ ગણના
૧ તે પહેલાંની સ્થિતિનો કેટલેક ખ્યાલ અમારા તરફથી બહાર પડેલા “સંકલ્પસિદ્ધિ યાને ઉન્નતિ સાધવાની અભુત કલા નામના ગ્રંથથી આવી શકશે. તેમાં અમે પ્રસંગોપાત્ત તેની નોંધ કરેલી છે.