Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
મંત્રસિદ્ધિ અને કિંચિત
૧૩૯: બોલી જઈએ, પણ એમાં કંઈ દહાડે વળતા નથી.” આવાં વચને આજે આપણું કર્ણપટ પર અથડાય છે, તે નમસ્કારમંત્ર, ઉવસગ્ગહરે તેત્ર તથા બીજાં સ્મરણો પરત્વે આંતરિક શ્રદ્ધાને અભાવ સૂચવે છે. તેમને આ મંત્ર, તેત્ર કે સ્મરણોને પ્રભાવ જણાય ક્યાંથી ? આંખે પાટા બાંધીને સુંદર વસ્તુનાં દર્શન કરવાની ઈચ્છા રાખીએ તે તે ફળતી નથી. ત્યાં તે માત્ર અંધારૂં જ દેખાય છે.
એક વૃદ્ધ મુનિ વિહાર કરતાં થાકી ગયા. ખેડૂતે તેમને પિતાના ખેતરમાં આશ્રય આપ્યો અને તેમની ભક્તિ કરી બીજા દિવસે એ મુનિએ ત્યાંથી વિહાર કરતી વખતે એ ખેડૂતને કહ્યું : “ભાઈ! હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું અને તેને એક મંત્ર આપવા ઈચ્છું છું. એ મંત્રની તું રેજ પાંચ-દશ મીનીટ ગણના કરીશ, તે તારું ભલું થશે.”
ખેડૂતે કહ્યું: “બાપજી! એ મંત્ર મને જરૂર આપે. હું તેની રોજ ગણના કરીશ.”
પછી મુનિએ એ ખેડૂતને નમસ્કારમંત્રનાં પદો કંઠસ્થ કરાવ્યાં અને તેણે અત્યંત ભક્તિભાવથી એ કંઠસ્થ કરી લીધાં. બાદ મુનિએ ત્યાંથી વિહાર કર્યો અને પેલે ખેડૂત તેની નિત્ય નિયમિત ગણના કરવા લાગ્યો. ગુરુએ પાંચ-દશ મીનીટ કીધી હતી, પણ તેને એમાં રસ પડ્યો, એટલે તે અધે કલાક કે તેથી પણ વધારે સમય એમાં ગાળવા લાગ્યા.
ઘેડા દિવસ બાદ તેના એક માણસને સાપ કરડ્યો