Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૫૦
ઉવસગ્ગહર સ્તાત્ર
અને તે આપણી સમક્ષ મૂકી છે, આ અતિ ચમત્કારિક સાધનનો કેટલેા લાભ લેવા ? એ આપણે વિચારવાનું છે.
શાસ્ત્રસ્વાધ્યાય તયા અન્ય ગ્રંથાના વાંચન પરથી અમે એટલું જાણી શકયા છીએ કે ભૂતકાળમાં જે મહાપુરુષાએ જિનશાસનની સેવા કરી, તેમાં યત્રીના હિસ્સો પણ ઘણા માટો હતા. વળી ત્યાગી મહાપુરુષ! યાગ્ય વિધિથી યંત્રને સિદ્ધ કરીને સુયેાગ્ય ગૃહસ્થાને આપતા અને તે એનુ નિયમિત પૂજન-અર્ચન કરતા. આથી તેમના ઘરમાં ધર્મની અભિવૃદ્ધિ થતી, લક્ષ્મીની ળા ઉછળતી, મહાન અધિકારોની પ્રાપ્તિ થતી તથા ઈચ્છેલાં સ કાર્યો સિદ્ધ થતાં. આવા પુરુષા દાન પુણ્યમાં લક્ષ્મીના ગમે તેટલા વ્યય કરતા તે પણ તે ખૂટતી નહિ.
આજે પણ અમે સિદ્ધ યત્રોના પ્રભાવે કેટલાક ગૃહસ્થાને બાહ્ય-અભ્યંતર સુખી થયેલા જોયા છે અને નાના પ્રકારની સિદ્ધિઓ થતી અનુભવી છે, એટલે યંત્રો જીવનના ઉત્કર્ષ –અભ્યુદય માટે એક મહત્વની વસ્તુ છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ આજે તેના જાણકારો બહુ ઓછા રહ્યા છે અને તે અંગે શાસ્ત્રીય સાહિત્ય પણ ઘણું અલ્પ મળે છે, તેથી આ વિષયમાં કલમ ચલાવવાનુ કામ ઘણું અઘરૂં છે.
યંત્રો વિષેની અમારી જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે અમે અનેક મંત્ર-તંત્રગ્રંથાનું વાંચન કર્યું છે, અનેક વિદ્વાને સાથે ચર્ચા-વિચારણા કરી છે અને ભારતના ભિન્ન—ભિન્ન