Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૨૮
ઉવસગ્ગહરે તેત્ર નિર્ધારિત દિવસે એટલે તા. ૧૬-૪-૩૯ રવિવારની સવારે ૯-૩૦ વાગતાં મે સીનેમામાં મુંબઈને શિક્ષિત. લોકેની ચિકાર હાજરીમાં અમારા શતાવધાનના પ્રયોગો થયા. અને તેણે લેકનાં દિલ જિતી લીધાં.
આ વખતે મેટ્રો સીનેમાના મેનેજર હાજર રહ્યા હતા. અને તેમણે બધી વ્યવસ્થા ઉત્તમ પ્રકારે કરી હતી, એટલું જ નહિ પણ આ પ્રયોગો પાંચ કલાક સુધી ચાલ્યા હતા, છતાં તેમણે વધારાને કેઈ ચાર્જ કર્યો ન હતો અને અમે પિોલીસ લાઈસન્સ મેળવવાના કારણે પિતે એક આફતમાંથી બચી ગયા, તે માટે અમારે ખાસ આભાર માન્યો હતે.
ત્યારબાદ સાત-આઠ વર્ષે અમારે એક યંત્રની શોધમાં મહેસુર રાજ્યને પ્રવાસ કરવાનો પ્રસંગ આવ્યું અને મલનાડ વિસ્તારમાં પહોંચ્યા કે જ્યાં શ્રી પદ્માવતી દેવી, શ્રી જવાલામાલિની દેવી અને શ્રી શારદામ્બિકાનાં પ્રાચીન પવિત્ર ધામો આવેલાં છે.
શ્રી પદ્માવતી પીઠ-હેમચથી અમારે કુંદાગિરિ પર્વત પર જવું હતું કે જ્યાં એક મહાન મંત્રવાદી હવાની ભાળ મળી હતી અને અમારે તેની સાથે કેટલેક વાર્તાલાપ કરે હતે. એટલે બપોરના ચાર વાગે બસ પકડી સાંજ ટાણે તીર્થહલ્લી આવ્યા અને એક કલાક બાદ ત્યાંથી આગુંબે ઘાટી, તરફ જતી બસમાં સવાર થયા. રાત્રિના દશ વાગે બસ
૩ આ વિસ્તાર શગાથી શરૂ થાય છે અને સહ્યાદ્રિની પર્વતમાળામાં ચાલીશથી પચાશ ભાઈલની લંબાઈ–પહોળાઈમાં પ્રસરે છે.