Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
તે અંગે અમારે અનુભવ
૧૧૭ કરીએ તે તાવ-તરિયે આવે નહિ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુ સ્વપ્નમાં દર્શન આપે, એટલે જ તેની ગણના કરવા માંડી. અને એક રાત્રિએ સ્વપ્નમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન થયાં. તેમાં પેલી પંક્તિઓ સાકાર થતી જણાઈ
શતાં જેવાં ફૂલડાં ને શામળ જે રંગ;
આજ તારી આંગીને કંઈ અજબ બન્યા છે રંગ, ખારા પાસજી હે લાલ !
દીનદયાળ! મુને નયણે નિહાળ! ” તેણે આ સ્તંત્ર પ્રત્યે અમારા હૃદયમાં ભારે ભક્તિભાવને સંચાર કર્યો અને શ્રદ્ધાને દીવડે પ્રકટાવી દીધું.
ત્યાર પછી ગુરુમુખેથી તેની ધારણ કરી અને વ્યવસાયમાં પડ્યા પછી પણ તેની ગણના ચાલુ રાખી. તેથી અમારી આંતરિક શક્તિઓનો વિકાસ થતો હોય એમ લાગ્યું. એમ કરતાં એક દિવસ એક પ્રસંગે તેની સહાય લેવાની જરૂર પડી અને તે સહાય તેના તરફથી બરાબર મળી. એ આખી ઘટના અમે પાઠો સમક્ષ રજૂ કરીએ તે ઉચિત જ લેખાશે.
એક દિવસ એક વકીલ મિત્ર મળવા આવ્યા. તેમણે અમને પથારીમાં જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું. અમને તાવ-તરિયે ભાગ્યે જ આવે. એકંદર અમારી તબિયત બહુ સારી રહેતી. આથી અમને પથારીમાં જોઈને તેમને આશ્ચર્ય થાય, એ સ્વાભાવિક હતું. તેમણે પૂછ્યું: “કેમ શું છે?”
અમે કહ્યું: “તાવ આવ્યો છે.” તેમણે પૂછયું : “કેટલું છે?”