Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૦૨ -
ઉવસગ્ગહરં સ્તોત્ર તું કહે છે એ વાત સાચી હોય તે પણ એ ધન આપણને ખપે નહિ, કારણ કે મારે પારકું દ્રવ્ય ગ્રહણ ન કરવું, એ નિયમ છે; અને પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, પડી રહેલું, મૂકેલું, કેઈએ રાખેલું અને છૂપાયેલું એ બધાં પારકાં દ્રવ્યે જ છે. અહીં જમીનને મલિક રાજા. છે, એટલે આ ધન ખરી રીતે તેનું છે. માટે આ વાતની તેને ખબર આપવી જોઈએ.” - શેઠે જઈને એ વાતની રાજાને ખબર આપી, એટલે તેણે પેલી જગાને ખોદાવી નાખી અને તેમાંથી ધન ભરેલા સાત ચરૂ નીકળી આવ્યા. આ ધનને દરબારમાં લાવવામાં આવ્યું અને તેનું શું કરવું ? એ બાબતમાં રાજાએ મંત્રીઓની સલાહ લીધી. મંત્રીઓએ કહ્યું: “હે મહારાજ ! આ ધન આપનું જ ગણાય, કારણ કે તે જમીનમાંથી મળી આવ્યું છે, પરંતુ આ શેઠે ખબર આપેલી હોવાથી તેને થોડો ભાગ તેને પણ આપ જોઈએ.”
હવે રાજાએ તે ધન ગ્રહણ કરવા જેવો પિતાનો હાથ લંબાવ્યું કે તરત જ ત્યાં મનુષ્યની વાણીમાં કોઈ કહેવા લાગ્યું કે “રાજાને વળગું, રાજપુત્રને મારું કે રાજમંત્રીઓને ખાઉં ?” એટલે બધા ભય પામીને દૂર ભાગ્યા. છેવટે એ ધન શેઠને આપી દેવાનો નિર્ણય કર્યો, ત્યારે એ વાણી બંધ થઈ. તેથી રાજાએ સઘળું ધન પાર્શ્વદત્ત શેઠને આપી દિીધું. રાજાએ તે ધન પિતાના થકી આપેલું હોવાથી પાર્શ્વદત્તે. તેને સ્વીકાર કર્યો. કહ્યું છે કે –