Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર તેાત્રના અજબ પ્રભાવ
૧૯
ત્યારે સરદારે તેને પૂછ્યું કે · અમારા વૈરી અશાકચંદ્ર રાજાનું મૃત્યુ કયારે થશે, તે તમે જણાવા ’
6
'
સિદ્ધપુરુષે કહ્યું : આ વાત ઘણી ગુપ્ત છે, એટલે આપને એકલાને જ જણાવીશ. ’ અને તેણે કાનમાં કહ્યું. પછી સરદારે તેને પ્રકટપણે પૂછ્યુ કે તેની ગાદીએ કાણુ આવશે ? ’ સિદ્ધપુરુષે ક્ષણમાત્ર વિચાર કરીને કહ્યું કે ‘ તેની ગાદીએ તેના પુત્રા આવે એવા સંભવ નથી. તેના કુટુંબીએમાંથી પણ કાઈ આવશે નહિ, પરંતુ તમે જેને હેડમાં પૂર્યાં, તેને જ દેવની કૃપાથી રાજ્ય મળશે.’
'
'
તે સાંભળી સરદારને નવાઈ લાગી. ‘ શુ વાણિયાના છોકરા રાજા થશે?’ એટલે તેણે આ વાતની સત્યતા ખામત પૂરાવા માગ્યા. સિદ્ધપુરુષે કહ્યું: એના પુરાવા એ કે ઘડી પછી તમારુ પેટ દુઃખવા આવશે અને તમે સાંજે જ જમી શકશેા. ’ અને તેમ જ મનતાં સરદારને ખાતરી થઈ કે જરૂર આ પ્રિયંકર થાડા દિવસમાં રાજા થશે. ’
જેનું ભાવિ ઉજળું હાય, તેની સાથે સબંધ બાંધવા કાણુ ન ઈચ્છે ? તેથી તેણે પેાતાની વધુ નામની ચેગ્ય ઉંમરની કન્યાને પ્રિયંકર સાથે પરણાવી અને પહેરામણીમાં ઘણા ધનમાલ આપ્યા. પછી રાત્રિના સમયે તે બંનેને અશોકપુર પહોંચાડી દીધાં. અહીં માતાપિતા પ્રિયંકરની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં, તેઓ એને આવેલા જોઇને હુ ખુશ થયાં. વસુમતીએ સાસુ-સસરાને પ્રણામ કર્યાં.