Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૯૮
ઉવસગ્ગહર સ્તોત્ર પરંતુ પ્રિયશ્રીને હવે અહીં ગડતું ન હતું, એટલે આખરે તેમણે એ ગામ છોડ્યું અને ચાલતાં ચાલતાં અશેકપુરની નજીકમાં પહોંચ્યાં. ત્યાં તેઓ એક આંબાના ઝાડ નીચે બેઠા અને ભજન કરીને છેડી વિશ્રાંતિ લેવા લાગ્યા. એ વખતે શેઠને એક પછી એક વિચાર આવવા લાગ્યા કે “હવે શું બંધ કરીશ? સઘળો વ્યવહાર કેમ ચલાવીશ? બે ઉજળાં કપડાં પણ પંડ ઉપર નથી. નહિ તે આડંબરથી પણ કામ ચાલે. કહ્યું છે કે “સ્ત્રીઓમાં, રાજદરબારમાં, સભામાં, વ્યવહારમાં, શત્રુઓમાં અને સાસરામાં મુખ્યત્વે આડંબર જ પૂજાય છે.”
એ વખતે અંતરીક્ષમાંથી કોઈ બેહ્યું કે “હે શેઠ ! તારે આ પુત્ર પહેલી પચીશીમાં જ આ નગરને રાજા થશે, માટે તું કંઈ ચિંતા કરીશ નહિ.”
આ સાંભળી શેઠ-શેઠાણું રાજી થયા, પણ આજુબાજુ કઈ જવામાં આવ્યું નહિ, એટલે તેઓ વિચારમાં પડ્યા કે રખેને આપણને કંઈ ભ્રમ થયે હેય. તે વખતે અંતરીક્ષ માંથી ફરી અવાજ આવ્યો કે “મેં જે કહ્યું છે, તે સત્ય છે. તેથી તેમાં જરાપણ અવિશ્વાસ કરશે નહિ. તમારે જે પુત્ર મરી ગયા હતા, તે હું છું. તમે મને છેલ્લી વખતે આપેલા નમસ્કારમંત્રના પ્રભાવથી હું ધરણેન્દ્રના પરિવારમાં દેવ તરીકે ઉત્પન્ન થયે છું. મારા ભાઈને સ્નેહને લીધે જ્યાં સુધી તેને રાજ્ય મળશે, ત્યાં સુધી હું તેને મદદ કરીશ. પણ એક કામ કરે છે તેનું નામ મારાં નામ પ્રમાણે પાડજે.”