Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્તાત્ર
બીજી બાજુ ભદ્રબાહુસ્વામી એક કરતાં વધારે હાવાનું પુરવાર થતુ જાય છે અને દશ નિયુક્તિઓ, કલ્પસૂત્ર આદિના રચનાર ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુ સ્વામી નહિ, પણ ખીજા શ્રીભદ્રબાહુ સ્વામી હેાવા એઈ એ, એમ માનવાને કારણેા મળે છે. દાખલા તરીકે જે આદ્યનિયુક્તિ ચતુર્દ શપૂર્ણાંધર શ્રીભદ્રહુ સ્વામીની મનાય છે, તેની પ્રથમ ગાથા આ પ્રકારની છે : अरिहंते वंदिता चउदसपुब्बी तहेव दसपुच्ची । एक्कारसंग सुत्तधारए सव्व साहू य ॥
૨
આ ગાથાના રચનાર ચતુર્દશપૂર્વધર હોય તે તે દશપૂર્વી વગેરેને શા માટે નમસ્કાર કરે ?
વળી આવાચકનિયુક્તિની ગાથા ૨૩૦માં શ્રી વજાસ્વામીના ઉલ્લેખ આવે છે કે જેમના જન્મ વીરનિર્વાણુ સંવત્ ૪૯૬માં થયા હતા અને નિર્વાણુ વી. નિ. સંવત્ ૫૮૪ માં થયું હતું. તે જ રીતે ગાથા ૨૩૨માં શ્રી આરક્ષિતના ઉલ્લેખ આવે છે કે જેમના જન્મ વી. નિ. સ ંવત્ પરરમાં થયા હતા અને નિર્વાણુ વી, નિ. સં. ૧૯૭માં થયું હતુ. ( માથુરી વાચના અનુસાર વી. નિ. સ. ૧૮૪માં થયું હતું. ) ત્યાર બાદ સાત નિહ્નવાનું વર્ણન કરતાં શ્રી મહાવીર નિર્વાણ બાદ ૪૦૯મા વર્ષે મેટિક એટલે દિગમ્બર મતની ઉત્પત્તિ બતાવી છે.
આ બધું વી. નિ. સ. ૧૯૭૦માં સ્વર્ગવાસી થયેલ ચતુર્થાંશપૂર્વાંધર શ્રીભદ્રબાહુવામી શી રીતે લખે ? એટલે