Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર कृत्वोपसर्गादिहरस्तवं यो, ररक्ष संघं धरणार्चितांहिः ।। नियंढ सिद्धान्तपयोधिरापे,
स्वर्यश्च वीरात् खनगेन्दुवर्षे । આચાર્યશ્રી યશોભદ્રસૂરિજીના બીજા પટ્ટધર, છેલ્લા પૂર્વધર, ઉપસર્ગહરસ્તોત્ર રચીને સંઘરક્ષા કરનાર, ધરણેકથી પૂજિત, સિદ્ધાંતસાગરને વહન કરનાર અને વીર સંવત્ ૧૭૦માં સ્વર્ગવાસી થયા એવા શ્રી ભદ્રબાહુ ગુરુ તમારા કલ્યાણને માટે થાઓ.”
આ બધા ઉલ્લેખો પરથી તે એમજ સમજાય છે કે ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુ સ્વામીએ આ સ્તોત્ર વ્યંતરકૃત ઉપદ્રવ નિવારવા માટે શ્રીસંઘના કલ્યાણ માટે રથયું. પરંતુ ઐતિહાસિક સંશોધન કરનારા વિદ્વાનેનું એમ કહેવું છે કે જે બદ્રબાહુ સ્વામીને વરાહમિહિર નામના ભાઈ હતા, તે જ્યોતિષના પરમ નિષ્ણાત હતા અને મરણ બાદ વ્યંતર થતાં તેણે કરેલે ઉપસર્ગ નિવારવા આ સ્તંત્ર રચ્યું, એ હકીક્તને માન્ય રાખીએ તે ચતુર્દશપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી આ તેત્રના રચયિતા સંભવી શક્તા નથી, કારણ કે તેઓ વીરનિર્વાણ ૧૭૦માં સ્વર્ગવાસી થયેલ છે અને જ્યોતિષવિદ્યામાં પરમ નિષ્ણાત એવા વરાહમિહિર તે ઈસ્વીસનના છઠ્ઠા સૈકામાં એટલે વીરનિર્વાણ પછી અગિયારમી-બારમી સદીમાં થયેલા છે.
છે. એ. મેકડેનલે સંસ્કૃત–સાહિત્યના ઈતિહાસ