Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્તાત્રની ઉત્પત્તિ
ice
ફેલાવવા લાગ્યા. આથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ અનેક મંત્રોથી ગર્ભિત એવુ ઉવસગ્ગહર' સ્નેાત્ર બનાવ્યું અને તેના શ્રીસ ંઘને પાઠ કરવા કહ્યું. તેથી મહામારીના ઉપદ્રવ દૂર થયા અને ત્યારથી આ સ્તોત્ર ઈડલૌકિક તથા પારલૌકિક કલ્યાણ અર્થે શ્રીસંઘ દ્વારા ભણાવા લાગ્યું.
ઉવસગ્ગહરં સ્તોત્ર શ્રીભદ્રબાહુ સ્વામીએ બનાવ્યુ, એ હકીકતની નોંધ અનેક ગ્રંથામાં થયેલી છે અને તે માટે નીચેની ગાથા પ્રસિદ્ધ છે :--
उवसग्गहरं थोतं, काऊणं जेण संघकल्लाणं । करुणायरेण विहियं स भद्दबाहु गुरू जयउ ||
કરુણાના ભંડાર એવા જેમણે ઉપસહર સ્તેાત્ર રચીને શ્રીસંઘનું કલ્યાણ કર્યું”, તે શ્રીભદ્રબાહુ ગુરુ જયવંતા વાં’ શ્રીસંઘતિલકકૃત સમ્યકત્વસપ્તતિયાવૃત્તિમાં કહ્યું छे' तेहि नाणवलेण वराहमिहिरवंतरस्स दुच्चिट्ठियं नाऊण सिरिपाससामिणो ' उवसग्गहरं' थवणं काऊण संघकए पेसियंતે શ્રીભદ્રબાહુ સ્વામીએ જ્ઞાનબળથી વરાહમિહિર વ્યંતરનું દુશ્રેષ્ઠિત જાણીને શ્રી પાર્શ્વનાથ સ્વામીનુ ઉવસગ્ગહર નામનુ સ્તવન બનાવીને સંઘને મેાકલ્યુ.' તે પહેલાં આ જ વૃત્તિમાં એવી નોંધ થયેલી કે ચતુ શપૂ ધર શ્રી ભદ્રબાહુ સ્વામીને વરાહમિહિર નામના એક સહેાદર એટલે સગેા ભાઈ હતા. શ્રી મુનિસુદરસૂરિએ ગુર્વાવલીમાં કહ્યું છે કેअपश्चिमः पूर्वभृतां द्वितीय:,
श्री
भद्रबाहु गुरु : शिवाय ।
6