Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
[૫] ઉવસગ્ગહરં સ્તોત્રની ઉત્પત્તિ
ઉવસગડ તેત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તે અંગે જૈન પરંપરામાં નીચેની કથા પ્રચલિત છેઃ
પ્રતિષ્ઠાનપુરમાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે બ્રાહ્મણબંધુઓ રહેતા હતા. તેઓ ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણ, કાવ્ય વગેરેમાં નિપુણતા ધરાવતા હતા. એકદા તેમને શ્રી યશોભદ્રસૂરિજીને સમાગમ થયો કે જેઓ શ્રી મહાવીરસવામીની પાંચમી પાટે આવેલા હતા. અને શાસનનું સુકાન સંભાળી રહ્યા હતા. તેમની અદ્ભુત ઉપદેશશેલી, અસાધારણ વિદ્વત્તા, ઉત્તમ ચારિત્ર અને પરમ શાંત મુદ્રાથી આ બંને બંધુઓ અતિ પ્રભાવિત થયા અને વિચારવા લાગ્યા કે “આ મહાપુરુષ આગળ આપણું જ્ઞાન તે કંઈ
૧ શ્રમણ ભગવાન મહાવીરની પાટે (૧) પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામી આવ્યા. તેમની પાટે (૨) શ્રી જ બૂસ્વામી, તેમની પાટે (૩) શ્રી પ્રભવસ્વામી, તેમની પાટે (૪) શ્રી શયંભવસુરિ અને તેમની પાટે (૫) શ્રી યશોભદ્રસૂરિ આવેલા હતા.