Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પુસ્વાદાનીય શ્રી પાર્શ્વનાથ
૩૭ પડતાં વંદન કરવા આવ્યો, પણ ત્યારે પ્રભુ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા હતા, એટલે તેને દર્શન થયાં નહિ, તેથી તે પિતાના આત્માની નિંદા કરવા લાગે. પછી ત્યાં જિનમંદિર અંધાવી તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મણિમય પ્રતિમા પધરાવી અને તેની નિત્ય પૂજા કરવા લાગ્યું. ત્યારથી તે સ્થાન કલિકુંડ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. પેલે હાથી મૃત્યુ પામીને એ તીર્થને અધિનાયક દેવ થયે..
એક વખતે શ્રી પાર્શ્વનાથ ફરતાં ફરતાં એક ઉદાનમાં આવ્યા. ત્યાં રાત્રિના સમયે વડના વૃક્ષ નીચે કાર્યોત્સર્ગ અવસ્થાએ ધ્યાન ધરવા લાગ્યા. એ વખતે પૂર્વભવને વૈરને યાદ કરતી મેઘમાળી દેવ ત્યાં આવ્યું અને તેણે ઉપસર્ગો શરૂ કર્યા. પ્રથમ ધૂળની વૃષ્ટિ કરી, પછી વ્યાઘ, સિંહ, સર્પ વગેરે વિષુવી તેમને પ્રભુપર છોડી મૂકયા, પણ ભગવાન ધ્યાનથી લેશમાત્ર ચલાયમાન ન થયા. એટલે તેણે પિતાની શક્તિથી ભયંકર પ્રેત અને વિતાલ ઉત્પન્ન કર્યા, તે પણ પ્રભુ ક્ષેભ પામ્યા નહિ. છેવટે તેણે જલવર્ષાથી પ્રભુને ડૂબાવી દેવાનો નિર્ધાર કર્યો.
તે જ ક્ષણે આકાશમાં કાળાં વાદળાં દેખાયાં અને તેમાંથી મુશળધાર વરસાદ વરસવા લાગ્યા. થોડી વારમાં તે બધું જળબંબાકાર થઈ ગયું. તેનું પાણી પ્રભુની નાસિકા સુધી આવ્યું, છતાં તેઓ ધ્યાનમાંથી ડગ્યા નહિ કે જરા પણ ભય પામ્યા નહિ.
પરંતુ આ વખતે ધરણેનું આસન ડોલવા લાગ્યું.