Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જૈન ધર્મમાં મપાસનાને મહત્વનું સ્થાન પ૧ અચિંત્ય, અસંખ્ય, આદ્ય, બ્રહ્મા, ઈશ્વર, અનંત, અનંગકેતુ, યેગને જાણનાર ગીશ્વર, અનેક, એક તથા નિર્મળ જ્ઞાનસ્વરૂપ કહે છે.”
આથી દરેક તીર્થકરનું ગીશ્વરપણું સિદ્ધ છે. શ્રી જિનભદ્રાણિક્ષમાશમણે ધ્યાનશતકના પ્રારંભમાં મંગલાચરણ કરતાં શ્રમણ ભગવાન મહાવીરની ગીશ્વર તરીકે સ્તવના કરી છે, એ શું બતાવે છે?
શ્રી ભદ્રબાહુ સ્વામી મહાપ્રાણ નામનું ધ્યાન સિદ્ધ કરવા માટે નેપાળની તળેટીમાં ગયા હતા, એ હકીક્ત શાસ્ત્રોમાં સ્પષ્ટાક્ષરે જણવેલી છે, એટલે જૈનાચાર્યો અને જૈન શ્રમણે ગસાધનામાં મગ્ન રહેતા અને એ રીતે આત્માને સાક્ષાત્કાર કરીને, વિરલ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને તથા છેવટે કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરીને પિતાની સાધના સફલ બનાવતા. આ વસ્તુ પર આજના શ્રમણવગે ગંભીર વિચાર કરવાની જરૂર છે.
જનાચાર્યોનાં જે ચરિત્રે આપણને પ્રાપ્ત થાય છે, તેમાં તેમણે મંત્ર તથા વિદ્યાના બળે કેવાં અસાધારણ કામે કર્યા હતાં, તેનાં વર્ણન અવેલેકી શકાય છે. જે આવા આચાર્યોની સંખ્યા આંગળીના ટેરવે ગણાય એટલી જ હતા તે તેને આપણે અપવાદરૂપ લેખત, પણ એ સંખ્યા ઘણું મેટી છે અને તે પ્રાચીન કાળથી આજ સુધીના સમયને આવરી લે છે. આ રહ્યા તેમાંના કેટલાંક નામ :-શ્રી ભદ્રબાહ સ્વામી, શ્રી સ્થૂલભદ્ર સ્વામી, શ્રી વાસ્વામી, આર્ય ખપૂટ,