Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહરે તેત્ર જ બૂકુમારે કહ્યું: “અરે ભાઈ! ગભરાઈશ નહિ. તને જીવતદાન છે. મારી પાસે કઈ વિદ્યા નથી. એક ધર્મવિદ્યા છે, તે તને આપું છું.” એમ કહી તેને ધર્મ સમજાવ્યો.
પ્રભવને આવી વાતો સાંભળવાને પ્રસંગ જીવનમાં પહેલો જ હતો. તેણે એ વાત સાંભળી બધા ચેરના માથેથી ગાંસડીઓ ઉતરાવી નાંખી અને સહુની ઊંઘ પાછી ખેંચી લીધી, પછી તે બે હાથ જોડીને બોલ્યાઃ “જંબૂકુમાર ! ધન્ય છે તમને કે ધનના ઢગલા છેડી. અપ્સરા જેવી સ્ત્રીઓને ત્યાગ કરી, દીક્ષા લેવા તૈયાર થયા છે. હું તે મહાપાપી છું અને ધન મેળવવા માટે નીચમાં નીચ ધંધો કરું છું, પણ આજે મને સાચા જીવનનું ભાન થયું. સવારે હું પણ બધા ચેરે સહિત તમારી સાથે દીક્ષા લઈશ.”
આ વખતે બધી સ્ત્રીઓ જાગતી હતી અને તે જંબૂ કુમારને દીક્ષા ન લેવા સમજાવી રહી હતી, પણ જેને વૈરાગ્યને પાકો રંગ ચડી ચૂક્યા હતા, તે ચતુરાઓની ચિત્તાકર્ષક વાતથી કેમ ચળે? આખરે તે આઠેય સ્ત્રીઓ પ્રતિબંધ પામી અને તેઓ પોતાના માતાપિતા પાસે દીક્ષાની રજા લેવા ગઈ. માબાપોએ તેમને રજા આપી અને તેઓ પણ દીક્ષા લેવા તૈયાર થયા.
બીજા દિવસે પ્રાતઃકાલે શ્રી જંબૂકુમારે, તેમના માતાપિતાએ, તેમની આઠ સ્ત્રીઓએ, તેમના માતપિતાઓએ તથા પ્રભવાદિ પાંચસે ચેરેએ એમ કુલ પાંચસોને સત્તાવિશ વ્યક્તિઓએ શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. એ વખતે જે ઉત્સવ થયે, તે અપૂર્વ હતું, અજોડ હતે.