Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્નાત્ર
જે મત્રશક્તિના પ્રયાગથી એક કે અનેક વ્યક્તિઓ તંભિત થઈ જાય અને તે હાલી-ચાલી શકે નહિ, તેને સ્ત ભનકમ કહેવામાં આવે છે. લૂટારાએ લૂંટ કરવા આવ્યા હોય કે ચારો ચારી કરવા આવ્યા હાય કે દુષ્ટદુન-ગુંડા એક નિર્દોષ વ્યક્તિ પર હુમલા કરવાની તૈયારીમાં હાય, ત્યારે આ જાતનેા પ્રયોગ કરવામાં આવે છે અને તે સલ થતાં માલમિલકતનું તથા નિર્દોષ વ્યક્તિના જાનનુ રક્ષણ થાય છે, તેથી તેને મ ંત્રશક્તિનો સદુપયોગ જ ગણવા જોઈ એ.
૬૪
જંબૂકુમાર ધનાઢચ પિતાના એકના એક પુત્ર હતા. અને પૂરા લાડકોડમાં ઉછરેલા હતા. તેમનું સગપણ તેમના નગરની સારામાં સારી આઠ કન્યાઓ સાથે કર્યુ હતું, પરંતુ શ્રી સુધર્માસ્વામીના ઉપદેશ સાંભળી તેમને સંસાર પરથી વૈરાગ્ય થયો હતા અને તેમણે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લીધું હતું. આમ છતાં માતાપિતાના અતિ આગ્રહ થતાં તેમણે એ આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યુ હતું અને તેમની સાથે તે વાસભુવનમાં દાખલ થયા હતા.
હવે તેજ વખતે પ્રભવ નામના એક ચાર પેાતાના પાંચસેા સાથીએ સાથે પુષ્કળ માલમત્તા મેળવવાના ઈરાદાથી ત્યાં આવી પહોંચ્યા. તેણે એ વિદ્યાઓ સિદ્ધ કરેલી હતી. એક ઊઘ મૂકવાની અને બીજી તાળાં ઉઘાડવાની. તેણે આ વિદ્યાએ અજમાવી કે ઘરનાં બધાં માણસે ઊંઘમાં પડ્યા અને તિજોરી તથા પટારાઓનાં તાળાં ટપોટપ ઉઘડવા લાગ્યાં.