Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૬૮
ઉવસગ્ગહર સ્તાત્ર
:
નહિ, કારણ કે તેમને તે પ્રકારના આચાર નથી. એટલે સંઘ વિચારમાં પડડ્યો કે શુ કરવુ ? ’ જો મુનિએ આ કારણે આ શહેર અને આ પ્રદેશ છેડીને ચાલ્યા જશે તે આપણે ધમતું આરાધન કેવી રીતે કરીશું ? રાજા તે જૈન ધર્મના પૂરેપૂરા દ્વેષી છે, એટલે તે કોઈ પણ ઉપાયે પેાતાની વાત છેડે એમ નથી. આથી તેમણે પવનવેગી સાંઢણી પર સંઘના એ માણસાને ભરૂચ મેાકલ્યા કે જ્યાં મહામંત્રવાદી આ ખપુટ બિરાજતા હતા. તેમણે સમસ્ત પરિસ્થિતિનું આચાર્ય ને નિવેદન કર્યુ અને તેમાંથી બચાવવાની વિનંતિ કરી.
આ ખપુટાચાર્યે આ સાંભળી પાટલીપુત્ર જવાની તૈયારી કરી. ત્યાં તેમના શિષ્ય શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું કે આવા એક નાનકડા કામ માટે આપને પાટલીપુત્ર જવાની શી જરૂર છે ? મને આજ્ઞા આપે! તે એ કામ હું પતાવી દઈશ. અને આચાર્ય તેમને આ કાર્ય માટે આશીર્વાદ
"
આપ્યા.
શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય આકાશમાર્ગે પાટલીપુત્ર પહેાંચ્યા. આ વખતે તેઓ પેાતાની સાથે કરેણની બે નાની મંત્રેલી લાકડીઓ સાથે લઈ ગયા હતા.
પાટલીપુત્રના સંઘ તેમના રિત આગમનથી ઘણે ખુશ થયા. પછી શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયના સૂચનથી તેમણે રાજાને કહેવડાવ્યું : ‘હે રાજન! અમારા જૈન મુનિએ આપના બ્રાહ્મણ પંડિતાને વિધિસર વંદન કરવા ઈચ્છે છે, તો આવતી કાલે સહુને રાજસભામાં એકત્ર કરો. ’