Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૮
ઉવસગ્ગહર સ્તોત્ર
તેણે ઉપયોગ મૂકીને જોયુ તા મેઘમાળી પ્રભુને સતાવવા ભયંકર વર્ષા કરી રહ્યો છે અને તેનુ પાણી પ્રભુની નાસિકા સુધી પહોંચ્યું છે. એટલે તે તરત જ પોતાની ઇંદ્રાણીઆ સાથે ત્યાં આવ્યો. પછી ભગવાનને નમી તેમની નીચે કમલની રચના કરી અને પેાતે નાગનુ રૂપ ધારણ કરી ભગવાનના શરીરને વીંટી લીધું અને મસ્તક ઉપર ફણા વિસ્તારી છત્ર ધારણ કર્યું. આથી ભગવાનને ધ્યાન ધરવાનું વધારે સુગમ થયું. જેમ જેમ જળ વધે, તેમ કમળ ઊંચુ આવે અને ઉપર નાગફણાનું છત્ર હોવાથી પાણીનું ટીપું શરીર પર પડે નહિ. ધરણેદ્રની ઇંદ્રાણીઓ ત્યાં પથરાઈ ગયેલા વિશાળ જળપટ ઉપર ભક્તિથી નાટારંભ કરવા લાગી.
કમઠ મેઘમાળીરૂપે ભગવાન પર ઉપસર્ગ કરી રહ્યો. હતા અને ધરણેન્દ્ર ભક્તિવશાત્ તેમનું રક્ષણ કરી રહ્યો હતા, છતાં ભગવાનને કમઠ પર દ્વેષ ન થયા કે ધરણેન્દ્ર પર રાગ ન થયા. આ રીતે તેમણે મનનુ અદ્ભુત સમતલપણું જાળવ્યું. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તા તે આ વખતે સમતારસમાં મગ્ન બન્યા હતા અને તેમના મનમાં પેાતાનુ કે પારકું એવા કોઈ ભેદ રહ્યો ન હતા.
ધરણેદ્ર જેવા સામર્થ્યવાન દેવ આગળ મેઘમાળીનુ શું ચાલે ? તેમણે આક્રશ કરીને પેાતાના સેવકને તેની સામે છેડી મૂકતાં જ તેની સાન ઠેકાણે આવી ગઈ અને તેણે આ ઉપસલીલા સ’હરી લીધી. એટલું જ નહિ, પણ તે પ્રભુને નમી પડયા અને પાપના પશ્ચાત્તાપ કરવા લાગ્યા.