Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહરં સ્તોત્ર ભયાનક બિભીષિકા સઈ રહ્યાં છે કે ન પૂછે વાત ! આ સ્થિતિમાંથી ઉગરવાને એક જ ઉપાય છે અને તે અધ્યાત્મવાદ પર અડગ ઊભેલા ધર્મનું અનુસરણ
આ ધર્મ અમારી સમજણ પ્રમાણે જૈન ધર્મ છે અને તેથી જ તેને મહામંગલમય, પરમકલ્યાણકારી તથા સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે.
જૈન ધર્મમાં વિતરાગ અવસ્થાને પામેલા, અષ્ટાદશ– દોષરહિત, સર્વજ્ઞ અને સર્વદશ એવા જિન, અહંતુ કે તીર્થંકર પરમાત્મા દેવ (દેવાધિદેવ) મનાયેલા છે અને તેમને જ અહીં ઈષ્ટદેવ સમજવાના છે.
આ સ્થાને એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે તીર્થકર દેવે વિતરાગ હોવાથી પિતે કઈ પર પ્રસન્ન થતા નથી કે કઈ પર રેષ કરતા નથી, પરંતુ તેમનું નામ એટલું પ્રભાવશાળી છે કે તેને આશ્રય લેતાં ઉપર જણાવેલા બધા લાભે આપોઆપ થાય છે. મહર્ષિ નંદિષેણે “અજિતશાન્તિ-સ્તવમાં કહ્યું છે કે—
अजियजिण ! सुहप्पवत्तणं, तव पुरिसुत्तम! नामकित्तणं । तह य धिइ-मइ-प्पवत्तणं, તવ વિધુત્તમ! વંતિવિત્તળ .
હે પુરુષોત્તમ અજિતજિન ! તમારું નામ-સ્મરણ સર્વ સુખને પ્રવર્તાવનારું, તેમજ સ્થિર બુદ્ધિને આપનારું