Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર
મધરાતના સમય હતેા. મ ંત્રીએ સાથેની વાટાઘાટો હમણાં જ પૂરી થઈ હતી. યવનરાજ સૂવાની તૈયારી કરતા હતા. તેના તમામ અંગરક્ષકા પાસેની નાની નાની રાવટીઓમાં આરામ લેવાને માટે ચાલ્યા ગયા હતા, અત્યારે તે પેાતાના તંબુમાં એકલા જ હતા. તે વખતે ‘ યવનરાજ ’ એવા શબ્દો તેના સાંભળવામાં આવ્યા. જાણે મેટેથી સાદ પાડીને કોઈ તેને ખેલાવી રહ્યુ હતું.
૨૪
આ શબ્દો સાંભળતાં જ યવનરાજ ચમકી ગયા. તેણે આજુબાજુ જોયું તે ત્યાં કોઇ જણાયું નિહ, એટલે તે તંબુની બહાર નીકળ્યા અને બારીકાઈથી જોવા લાગ્યા, પરંતુ ત્યાં પણ કોઈ વ્યક્તિ તેના જોવામાં આવી નહિ. તેથી તે વિચારવા લાગ્યા કે પેાતાને ભ્રમ થયા કે શુ ? નક્કી એવુ જ કંઈક હશે, એમ માનીને તે ફરી સૂવાને તૈયાર થયા. તે વખતે ‘ યવનરાજ’ એવા શબ્દો પુનઃ તેના સાંભળવામાં આવ્યા. એ અવાજ એટલે સ્પષ્ટ હતા કે પાતે ભ્રમમાં નથી, પણ ખરેખર સાંભળી રહ્યો છે. ' એવી તેને ખાતરી થઈ અને તેના અચંબાના પાર રહ્યો નહિ.
,
• આટલી મેાડી રાત્રિએ પેાતાને અહીં કાણું ખેલાવતુ હશે ? અને ખેલનાર નજરે પડતા કેમ નહિ હૈાય ? ’એ વિચાર તેને મુંઝવવા લાગ્યા. એ જ વખતે ત્રીજી વાર અવાજ થયા : ‘ યવનરાજ ! મિથ્યા સાહસ ઘેાડી દે. પાર્શ્વ કુમાર એ કોઈ સામાન્ય રાજકુમાર નથી, પણ યુગ-યુગના તપ કરીને અવતરેલા એક પરમ પુરુષ છે. વિવિધ વિદ્યાએ