Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૯
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
અન્નદાતા ! આવું તે હમણું જ ચાલે છે. પેલા જોગીનાં દર્શન માટે લેક ઘેલું બન્યું છે. સેવકે પિતાની જાણ મુજબ જવાબ આપે.
પેલે એટલે કે જેગી ?” પાર્શ્વકુમારને વધારે જાણવાની જિજ્ઞાસા થઈ.
“કૃપાળુ ! કમઠ નામને એક જટાળો જોગી કેટલાક દિવસથી આપણું નગરની બહાર આવેલ છે. તે બહુ તપસ્વી છે અને ચમત્કારિક પણ છે. સેવકે જેગીની ઓળખાણ આપી.
“એ જોગી ચમત્કારી છે, એમ શાથી જાણ્યું?” પાર્શ્વકુમારે સેવકને એક વધારે પ્રશ્ન કર્યો.
મહારાજ! મેં પિતે તે તેને કોઈ ચમત્કાર જે નથી, પણ લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તેણે ઘણું ચમત્કારે કરી બતાવ્યા છે. તે ધન જોઈએ તેને ધન, પુત્ર જોઈએ તેને પુત્ર અને સ્ત્રી જોઈએ તેને સ્ત્રી આપે છે.”
ત્યારે તે કલ્પવૃક્ષ પોતે જ ચાલીને અહીં આવ્યું છે, એમ જ ને?” પાર્ધકુમારે જરા સ્મિત કરતાં સેવકના ઉત્તર પર રમુજ કરી. ' “હા, મહારાજ ! લોકોને તે હાલ એવું જ લાગે છે.” એમ કહી સેવકે પિતાની મનોવૃત્તિને પૂરો પરિચય આપી દીધું. - “ત્યારે આપણે એ કલ્પવૃક્ષને નજરે નિહાળવું પડશે.” એમ કહી પાર્શ્વકુમારે કમઠની પાસે જવાની તૈયારી કરી અને ચેડા સેવકે સાથે તેના સ્થાને ગયા. ત્યાં લેકેની ભારે ભીડ મચી હતી. તેમણે કમઠને ફૂલના હાથી ઢાંકી દીધે