Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
[૨]
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
જૈન ધર્માંમાં સહુથી ઊંચું સ્થાન તીથ કરો એટલે જિના કે અ`તાનુ છે, તેથી જ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરતાં પ્રથમ નમસ્કાર અહું તેને–અરિતાને કરવામાં આવે છે.
ભૂતકાળમાં આવા અરિડુ ંતા અન ત થઈ ગયા અને ભવિષ્યમાં પણ અનંત થશે, કારણ કે કાલ અનાદિ અનંત છે, પરંતુ એક કાલચક્રના ઉત્સર્પિણી અને અવર્પિણી એ એ વિભાગેા પૈકી દરેક વિભાગમાં ભરતક્ષેત્રમાં ચાવીશ તીર્થંકરો થાય છે.
એ રીતે વમાન અવસર્પિણી કાલના ત્રીજા આરાના અંતભાગથી લઈ ને ચાથા આરાના અંત સુધીમાં ભરતક્ષેત્રમાં ચાવીશ તીથંકરો થયા છે અને તેમણે સમયે સમયે સત્ય ધર્મીની જ્યાત પ્રકટાવીને લાખો-ક્રાડા માનવીના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરેલ છે તથા તેમને સન્માગે પ્રવર્તાવીને મુક્તિસુખના અધિકારી બનાવેલ છે. અને તે જ કારણે