Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
અગલ અને અભિધેય
છે. હું જિનાત્તમ શાંતિનાથ ! તમારું નામ–મરણ પણ એવુ જ છે. ’
જેમનુ નામ આટલું પ્રભાવશાળી હાય, તેનાં દન -પૂજન આદિનુ તે કહેવું જ શું? શ્રી જિનેશ્વર દેવનાં ભક્તિભાવે દર્શન-પૂજન કરતાં ચક્ષુ તથા મન પવિત્ર થાય છે અને સર્વ પાપા નાશ પામે છે. વળી એ વખતે અપૂર્વ ઉલ્લાસ જાગે તેા સ્વર્ગ કે મેાક્ષનાં દ્વાર ઉઘડી જાય છે. જિનાપાસના નામના ગ્રંથમાં અમે આ વસ્તુ અંગે વિસ્તૃત વિવેચન કરેલ છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જોઈ લેવુ.
અહી એટલી વાત ધ્યાનમાં રાખવી ઘટે કે શ્રી જિનેશ્વરદેવના શાસનની રખેવાળી કરતા દેવાને શાસનદેવ કહેવામાં આવે છે. તે શ્રી જિનેશ્વરદેવની અનન્ય ભાવે ભક્તિ કરનારને ઘણી સહાય કરે છે અને તેમના વિવિધ મનારથાની પૂર્તિ કરે છે. આવા અનુભવ ભૂતકાળમાં ઘણાને થયા છે અને આજે પણ થાય છે, એટલે તેમાં કોઈ સન્દેડ રાખવા જેવેા નથી.
હવે જે મંત્ર દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યુ છે, તે અંગે કેટલુંક વિવેચન કરીશું.
ૐ દૂધ ડ્” શ્રી પાર્શ્વનાથાય નમઃ' આ શબ્દ સંચાજનને મત્ર કહેવાનુ કારણ એ છે કે તે વારંવાર મનન કરવા ચાગ્ય છે, અથવા તેા તેનું મનન કરતાં વિવિધ પ્રકારના ભયેામાંથી ત્રાણુ સાંપડે છે, અથવા તે તે એક દેવાધિક્તિ અક્ષરરચના છે.