Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
મોંગલ અને અભિધેય
ભૂલ્યા છીએ અને ઈષ્ટદેવ પ્રત્યે જે શ્રદ્ધા-ભક્તિ હાવી જોઈ એ, તે રહી નથી. તેનું જ એ પરિણામ છે કે આપણા જીવનમાં જે સુખ અને શાંતિના અનુભવ થવા જોઈ એ, તે થતુ નથી.
- ભૌતિકવાદ જેટલેા વધારે, તેટલું જગત્ વધારે દુઃખી ’ એ મહાપુરુષોએ કરેલા અફર નિર્ણય છે અને જો તટસ્થ ભાવે વિચાર કરીએ તે તે આપણી બુદ્ધિમાં ઉતરી શકે એવા છે, પણ આપણે તટસ્થ ભાવે વિચાર કરીએ છીએ ખરા ?
આગળ વધી રહેલા ભૌતિકવાદ આપણને નવાં નવાં સાધના આપે છે અને તેથી આપણે માહિત થઈ એ છીએ, પણ સાધના વધવાથી સુખ વધતું નથી; એ તે સાચી સમજણમાંથી જ પ્રાપ્ત થાય છે; અને એ સમજણ ભૌતિકવાદ નહિ, પણ અધ્યાત્મવાદ જ આપણને આપે છે.
આજે ભૌતિકવાદને અનુસરનાર વૈજ્ઞાનિકોની સિદ્ધિઓનાં ડિડિમ વાગી રહ્યાં છે, પણ તેથી માનવજાતિનું સુખ વધવાને બદલે ઘટયુ છે. પ્રથમ તે આપણા જીવનની સલામતી પહેલા જેવી રહી નથી. કયારે અણુશસ્ત્રા ત્રાટકશે અને કયારે આપણેા નાશ કરશે ? એ કળવું કહેવુ મુશ્કેલ બની ગયું છે. બીજું સંપત્તિની વહેંચણી અસમાન બની ગઈ છે, તેથી એક માજી ધનાઢયતા તા બીજી માજી કાળી ગરીબી, એવી દુ:ખદ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અને ત્રીનુ ભૌતિક લાલસાએથી લદબદી રહેલાં મન, ન્યાય અને નીતિને ઠોકરે મારીને પેાતાના ક્ષુદ્ર સ્વાર્થ સાધવા માટે ભ્રષ્ટાચારની એવી