Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહરં સ્તોત્ર इक्को वि नमुक्कारो, जिणवरवसहस्स बद्धमाणस्स । संसारसागराओ, तारेइ नरं व नारी वा॥
જિનેશ્વરોમાં ઉત્તમ એવા શ્રી વર્ધમાન સ્વામીને અર્થાત્ શ્રી મહાવીર પ્રભુને કરાયેલ એક નમસ્કાર પણ નર કે નારીને સંસારસમુદ્રથી તારે છે.”
અહીં જે નમસ્કારનો નિર્દેશ કરેલો છે, તે સામર્થ્ય ગથી કરાતા નમસ્કારનો સમજવાનું છે. અન્ય તીર્થકરેને સામર્થ્યગથી નમસ્કાર કરીએ તો તેનું પરિણામ પણ આવું જ આવે છે. જેમાં મન, વચન અને કાયાની અત્યંત શુદ્ધિ હોય અને નમસ્કાર કરવા માટે પૂરેપૂરું સામર્થ્ય ફેરવવામાં આવતું હોય, તેને સામર્થ્યગ કહેવાય છે.
નમસ્કારને કેઈએ નાની કે સામાન્ય વસ્તુ સમજવાની નથી. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજે લલિતવિસ્તરાચૈત્યવંદનાવૃત્તિમાં નમસ્કારની મહત્તા સમજાવતાં કહ્યું છે કે “ધર્મ પ્રતિ મૂજીમૂત વત્તા–અર્થાત્ ધર્મ પ્રત્યે લઈ જવાને માટે ભૂલભૂત વસ્તુ વંદના છે, નમસ્કાર છે; કારણ કે તેના વડે ઉત્પન્ન થતા ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મપ્રશંસા અને ધર્મબહમાનરૂપી બીજને વાવે છે, ધર્મચિન્તનાદિ રૂપ અંકુરાઓને પ્રકટાવે છે, ધર્મશ્રવણ અને ધર્માચારરૂપ શાખા-પ્રશાખાઓને વિસ્તાર કરે છે તથા સ્વર્ગ અને મેક્ષનાં સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ તથા ફલેને આપે છે.”
આજે ભૌતિકવાદની ભ્રમણામાં આપણે આપણે ધર્મ
|
*
*