________________
( ૧૭ ). પાટીયાનું એઠીંગણું જવલ્લે જ લીધું હશે શરીરયષ્ટિ વાંકી વળી ગઈ છતાં લખવા-વાંચવાની પ્રવૃત્તિ તો પૂર્વવતું ચાલુ રાખેલી હતી. પ્રમાદ તો શોધે ન જડે. જ્યારે નજર કરે ત્યારે કેવળ જોવાનું મળે પરમાર્થષ્ટિભર્યું પ્રવૃત્તિમય જીવન. બાઈબલની માફક સંખ્યાબંધ ભાષામાં પરમાત્મા શ્રી મહાવીરદેવને સંદેશ ઉતારી, પ્રત્યેક ઘરમાં અને ધરતીના ચારે ખૂણામાં વિનામૂલ્ય પહોંચતા કરવાની તમન્ના હોવાથી નાના ટ્રેક્ટરૂપે સંખ્યાબંધ મણકા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા તેમના ઉપદેશથી પ્રગટ થયેલા જોવાય છે. ધર્મની વાત સિવાય તેમની સમિપ અન્ય કોઈ વિષય ચાલતો હોય જ નહીં, કદાચ કોઈ કાઢવા જાય તે જાણે ઠપકારૂપે કહેતા હોય તેમ કહી દે કે–
ભલા માણસ! તું તારું સંભાળ ને, શા સારુ પિતાને સાબ લગાડી પારકાનો મેલ ધુએ છે?”કદાચ પિતાથી ભૂલ થઈ હોય તો ખમાવતાં રંચ માત્ર વિલંબ ન કરતા. એ પિતાને શિષ્ય છે અથવા તો સામાન્ય શ્રાવક છે એ જોવાપણું તેમને નહતું. તેમનું એક જ –“ખમીએ ને ખમાવીએ સા એહિ જ ધર્મને સાર તે;”
એકાદ પ્રસંગે વેગ વહન કરી પદવી ગ્રહણ કરવાની વાત નીકળતાં તેઓ બોલ્યા હતા કે–
ભલા માણસ ! મારામાં હજી સાધુપદના સતાવીશ ગુણની તે બરાબર જમાવટ થઈ નથી ત્યાં બીજી વાત કેવી? હું તે ગુણ પુરુષોને રાગી છું અને સર્વને મિત્ર છું. મુનિને વેશ છે, ક્રિયા છે, પણ બધા ગુણ તો નથી, જેનામાં હોય તેને ધન્ય છે.