________________
આમ આ પુસ્તક તૈયાર થયું છે. તેમાં સંપ્રદાયની ચુસ્તતા કે ભેદ રાખ્યો નથી. જિનશ્રુતની પ્રણાલીને અનુસરીને, પરદેશમાં વિવિધ પ્રકા૨ના જિજ્ઞાસુઓને લક્ષ્યમાં રાખીને ઉદાર ચિત્તે આ પુસ્તક તૈયા૨ કર્યું છે. સામાન્યતઃ અમારા જેવા ગૃહસ્થબહેનોના પુસ્તકોનો પરદેશમાં સારો આવકાર છે. દેશમાં એની વધુ જરૂર ન હોય તે સ્વાભાવિક છે.
આમ અલ્પ સામગ્રી વડે અતિ અલ્પ સંપાદન થયું છે. છતાં જિજ્ઞાસુ મિત્રોને આ સામગ્રી શક્ય સંતોષપ્રદ થશે તેવી આશા છે.
આપ સૌ અમારા પિરવારની યાદી જોશો એટલે સમજાશે કે આવા સત્કાર્ય પાછળ કેટલા સ્વજનોની ભાવના ભળી છે. દર વર્ષે એ દેશમાં જાઉં અને જિજ્ઞાસુ મિત્રો પૂછે કે આ વખતે શું નવું આપો છો ? તેમાં અમારો ભાગ ખરો.' આથી મને પણ પ્રેરણા મળતી અને લગભગ નાના મોટા ૬૦ જેવા પુસ્તકોનું સર્જન થયું તેમાં જિનશાસન અને જિનવચનની યત્કિંચિત સેવાનો લાભ મળ્યો તે મારું સદ્ભાગ્ય છે. પ્રત્યક્ષ-પરોક્ષ, નામાવલિમાં ન હોય તે સૌ મિત્રોની સદ્ભાવના અને પ્રત્યક્ષ સત્કાર સેવા બદલ કથન કરવાના શબ્દો મારી પાસે નથી. એટલે જ આ શબ્દભંડોળ તેમને સમર્પિત હો.
ભાવના તો એવી હતી આ શબ્દ પરિચય-કોશને કોઈ સાધુ મહાત્મા તપાસીને સંતોષજનક અભિપ્રાય આપે તો પ્રસિદ્ધ કરવામાં નિશ્ચિંતતા રહે પણ એવો જોગ બન્યો નહિ.
ત્યાં વળી સ્વ. પૂ. બાપજીના આજ્ઞાવર્તી પૂ. શ્રી સુનંદા શ્રી મ.સા.ના શિષ્યા વિદુષી, શાસ્ત્રાભ્યાસી, સંયમશીલ, ઉદારચિત્ત લેખિકા પૂ. શ્રી સુલોચના શ્રી મ. સાહેબનો પરિચય થયો તેમણે પરિશ્રમ ઉઠાવીને આ પુસ્તક તપાસી આપ્યું તે બદલ ઋણી છું. કંઈક નિશ્ચિંત છું.
છતાં અકારાંત ગોઠવવાનો પ્રશ્ન ઊભો રહ્યો. મારું એ જ્ઞાન નહિ. વળી કોઈ એવો યોગ પણ ન થયો છેવટે આ મુદ્રણકાર્ય કરનારા શ્રી રોહિતભાઈએ શક્ય તેટલો વ્યવસ્થિત અકારાંત ગોઠવવાનો પરિશ્રમ લીધો છે. તે બદલ આભારી છું છતાં ક્ષતિ રહી જવા સંભવ છે. તે સૌ વિદ્વજનો સુધારે, ક્ષમા કરે અને સૂચવે તો આભારી થઈશ.
Jain Education International
१३
For Private & Personal Use Only
www.jainelibrary.org