________________
હુ
છુ
કે
પ્રાસંગિક નિવેદન જિજ્ઞાસુ મિત્રો વીર સંવત ૨૫૨૭માં તમારા વરદહસ્તમાં ઘણા સ્વજનોની માંગણી અને સદ્ભાવનાથી પ્રેરાઈને પ્રસ્તુત શબ્દભંડોળ મૂકવાની તક લઉં છું. છેલ્લા પંદર વર્ષથી શિષ્ટ તથા સત્કૃત સાહિત્યના પ્રસારણમાં આપ સૌની સભાવના અને સહયોગ અત્યંત ઉપકારી થયો છે. તેમાં દેવગુરુના અનુગ્રહની વિશેષતા એ મારું સદ્ભાગ્ય છે. તેમાં વળી વિદ્યમાન પૂ. આચાર્ય શ્રી કલાપૂર્ણ વિજય મ. સાહેબની શુભાશીષ મળી તે ગુરુકૃપા છે.
પ્રસ્તુત પુસ્તકમાં મારું સ્વતંત્ર કોઈ લેખન નથી અને નવું પણ કંઈ નથી. ફક્ત સંકલન છે. વાસ્તવમાં કહું તો મારા અલ્પજ્ઞાન પ્રમાણે આ એક સાહસ છે. વિદ્વતજનોને સંસ્કૃત પાકૃત ભાષાજ્ઞાન હોય તેથી આવા સાહિત્યની જરૂર ન જણાય પરંતુ નવા અભ્યાસીઓને શાસ્ત્રના અભ્યાસ કે આધ્યાત્મિક શાસ્ત્રોના વાંચનમાં પારિભાષિક કે સૈદ્ધાંતિક શબ્દાર્થ ન સમજાય ત્યારે રુચિ ટકે નહિ, વળી કોઈ ખાસ વિદ્વાનજનોનો યોગ ન હોય ત્યારે અભ્યાસ ત્યાં જ અટકી જાય.
આથી ઘણા રુચિવાળા મિત્રો શબ્દકોશની માંગણી કરતા ત્યારે હાલ જે ઉપલબ્ધ હોય તે મોકલવામાં આવતાં, પરંતુ તેમાં જેન સાહિત્ય માટેની સામગ્રી ઘણી અલ્પ હોય. જેન સાહિત્યમાં સંસ્કૃત કે પ્રાકૃત સામગ્રી હોય. જોકે પંડિત શ્રી ધીરજલાલ દ્વારા નાનો શબ્દકોષ પ્રસિદ્ધ થયો હતો. આમ વધુ શબ્દભંડોળની જરૂર છે તે જણાયું.
આથી કેટલાક વિદ્વાન સાધુસાધ્વીજનોને આ વિશે વાત કરી, પરંતુ તેઓ મૂળ ભાષાયુક્ત શાસ્ત્રોનો અભ્યાસ કરે તેથી તેમને આવા કોશની જરૂર ન હોય તે સ્વાભાવિક છે. સ્વ. પૂ. આચાર્ય શ્રી ભદ્રગુપ્ત મહારાજજીને કહ્યું ત્યારે તેમણે પ્રેરણા આપી કે તમે જેમ અન્ય ગ્રંથ લખ્યા છે, અનુવાદ કર્યા છે તેમ શબ્દકોશ લખો. પછી પ્રશ્ન એ થયો કે કયા ગ્રંથોનો આધાર લેવો. કારણ કે શબ્દ ભલે સૈદ્ધાંતિક કે પારિભાષિક હોય પણ ગુજરાતીનું ગુજરાતી હોય તો જ આ પ્રયોજન
99
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org