________________
કાર્યરત બને.
ગ્રંથ આધાર - પ્રથમ શ્રી રાજેન્દ્ર અભિધાન ચિંતામણિ શબ્દકોશ જોયા પણ ઘણા વિસ્તૃત અને પ્રાકૃત તેથી પ્રથમ તો વિચાર માંડી વાળ્યો કે આ કાર્ય થવું શક્ય નથી.
ત્યાં વળી પૂ. શ્રી જિનેન્દ્રવર્ણીજીના જૈન સિદ્ધાંત કોશ ગ્રંથોનાં પાંચ પુસ્તકો હિંદીમાં જોવામાં આવ્યાં. હિંદીમાં છતાં સરળ હતાં. તેનાથી શરૂઆત કરી. જોકે હિંદીમાંથી સૈદ્ધાંતિક શબ્દોને સરળ અનુવાદ કરવામાં કંઈ ક્ષતિ થવાનો સંભવ હતો, છતાં તેમાં ઘણી સામગ્રીની શક્યતા જણાઈ તે યથાર્થ છે.
શ્રી રાજેન્દ્રસૂરી .સા. રચિત. તત્ત્વાર્થાધિગમ, તત્ત્વાર્થ સૂત્રમાંથી કેટલાક શબ્દો તારવ્યા.
જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ પ્રકાશિત પ્રબોધ ટીકાના ત્રણ ગ્રંથમાંથી સૂત્રોના અર્થના આધારે કેટલાક શબ્દો તારવ્યા.
જૈન સિદ્ધાંત પ્રવેશિકા ગુજરાતીમાં દિગંબર સંપ્રદાય દ્વારા પ્રકાશિત થઈ છે તેમાંથી કંઈ સામગ્રી મળી.
પંડિત શ્રી ધીરજલાલના જૈન પારિભાષિક શબ્દોના પુસ્તકમાંથી કિંઈક શબ્દો તારવ્યા.
વળી લોકભોગ્ય સરળ શબ્દો માટે ભગવદ્ગો મંડળના ગ્રંથોનો આધાર લીધો. જોકે તે ગ્રંથો તો ઘણા વિસ્તૃત છે. પ્રથમ તો લાગ્યું કે આ ગ્રંથમાંથી શબ્દો તારવવા ઘણો પરિશ્રમ અને સમય લાગશે. કારણ કે એક એક ગ્રંથ એટલે સેંકડો પાનાં અને એક ગ્રંથમાં હજારો શબ્દો, તેમાં વળી એક શબ્દના પાંચથી માંડી પચાસ સંદભ મૂક્યા હોય. એમાંથી શબ્દ લેવો એ એકલે હાથે શક્ય ન હતું. પરંતુ અમારા આનંદ સુમંગલ પરિવારના બહેનોનો અભ્યાસ આ સમયે કામ આવ્યો. દસ-બાર બહેનોએ આ ત્રણ કિલોના એક એક પુસ્તકને વહેંચી લીધા અને તેમાંથી સમજ પ્રમાણે શબ્દો તારવી આપ્યા. તેમાંથી વળી મેં સંક્ષેપ કરીને અતિઅલ્પ શબ્દોનો સંગ્રહ કર્યો. અર્થાત્ સાગરના બિંદુ જેવું જ.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org