Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તત્ર જો સુસંગઠિત થાય અને જે ખામીઓ દેખાય છે તે દૂર કરાય તો એ પ્રબુદ્ધવર્ગ જૈનત્વથી ચોક્કસ પ્રકારે પ્રભાવિત થઈ શકે છે. સાથે સાથે આપણે ધાર્મિક, સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક રીતે પૂર્વકાળે મેળવેલા મહાન લાભો પુનઃ મેળવી શકીએ તેમ છીએ.
સુજ્ઞજનોને ખબર હશે જ કે છેલ્લા બે વરસથી જૈન સમાજને સંગઠિત કરવા માટે આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી પ્રેરિત વિવિધ સ્તરે પ્રવૃત્તિઓ - થઈ રહી છે. જેમકે ડૉક્ટર્સ ફેડરેશન, જેને એડવોકેટ ફેડરેશન, જેન વ્યાપાર ઉદ્યોગ સેવા સંસ્થાન, જૈન સી.એ. ફેડરેશન, યુવાસંગઠન ઇત્યાદિ દરેક સ્તરે સંગઠનો દ્વારા જૈન સંઘની વેરવિખેર શક્તિઓને જેન એવા એક નેજા હેઠળ એકત્રિત કરવાનું આજના જમાનામાં સૌથી વધુ જરૂરી અને અગત્યનું ગણાતુ કાર્ય કરાઈ રહ્યું છે. આની ફળશ્રુતિ રૂપે જૈન સંઘને જબરજસ્ત ફાયદો થવાનું ચાલુ થયું છે. તેમાંનો એક જ દાખલો છે મહારાષ્ટ્રમાં આ વખતની વિધાનસભાની ચૂંટણીઓ. મુંબઈના વાલકેશ્વરમાં જેનોની બહુસંખ્ય વસ્તી છે જે ઘણી શક્તિસંપન્ન છે. આ વખતની ચૂંટણીમાં ત્યાંના જે ઉમેદવારની સામે મુખ્યમંત્રીના બનેવી હરીફ હતા. એની સામે જીતવાની ઉમેદવારને પોતાને પણ કોઈ આશા ન હતી. પણ જ્યારે આપણા યુવક મહાસંઘના યુવાનો એમના સમર્થનમાં ઉમટી પડ્યા ત્યારે વોટ આપવામાં ઉદાસીન એવા જેનોને ઘરે ઘરે જઈ પ્રેરણા કરી માત્ર સાંજના ૩ થી ૫ના ગાળામાં વોટ અપાવી અશક્ય એવી જીતને શક્ય કરી દેખાડી અને જૈન સમાજ માટે એક ભાવિ દિશા સૂચક દાખલો બેસાડી આપ્યો, જેની ઘણાખરા વિચારકોએ નોંધ પણ લીધી છે.
પુનઃ નોંધ લેવી જોઇએ કે આપણો જૈન ધર્મ એ વિશ્વના બીજા તમામ ધર્મો કરતાં શ્રેષ્ઠ છે અને તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો જે સમન્વય મળેલ છે તેને જૈન સમાજે પ્રચાર-પ્રસારના આજના જમાનાના અત્યન્ત પ્રભાવી માધ્યમોનો ઉપયોગ કરીને આપણી ભાવિ પેઢીને આબાદ ઉગારવા સાથે જૈન સંગઠિત શક્તિઓના સુચારુ સમન્વય સાથેના વ્યાવહારિક અભિગમોથી
જ્ઞાનધારા
(૨૨)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org