Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તેઓમાં નિખાલસતા છે, ભોળપણ છે, સાચી લાગતી વાત કહી દેવાની હિંમત છે, ગમો-અણગમો પ્રગટ કરી દેવાની પ્રામાણિકતા છે, તેઓને શું – ક્યારે – કેટલું - શા માટે મેળવવું છે તેનો સ્પષ્ટ ચિતાર મનમાં તૈયાર છે, શરીરની fitness ની પરવા છે, ધાર્યું કરવાની નેમ છે, બોલેલું પાળવાની અફરતા છે, ૨૧મી સદીની ટેકનોલોજી સાથે વિશ્વમાં તાલ મેળવવાની સૂઝ છે, અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ છે, પરિપક્વતા વહેલી આવી જાય તેવી આંતરપ્રેરણા છે, ભૂલ સમજાય પછી સુધરવા તૈયાર છે, મનની મોકળાશ છે, નવી વસ્તુ શીખવાની જિજ્ઞાસા પણ છે.
તો આવા યુવાનોમાં રહેલ ગુણોનો ઉત્કર્ષ અને અવગુણોનો હાસ કરવાનું પૂણ્યકાર્ય આપણાં પરિવારોનું સમાજ અને રાષ્ટ્રનું જ છે.
જૈન ચતુર્વિધ સંઘોએ જેનશાસનમાં રહેલી ગુણસમૃદ્ધિ, સાહિત્યસમૃદ્ધિ અને પરાર્થરસિકતા આ યુવાનો સામે ખૂલ્લી કરવી જ રહી. સાચી વસ્તુ તરફનું આકર્ષણ વિકટ હોતું જ નથી. જરૂરત છે ફક્ત ઉચિત સમયે, ઉચિત પુરુષાર્થ દ્વારા માર્ગ દર્શાવવાની.
પ્રાચીન અને મધ્યકાલીન જેનસર્જકોએ બહુ જ જૂજ શબ્દોનો ઉપયોગ કરી બૃહદ્ અર્થ ઉપજાવવાની જે કળા હાંસલ કરી છે, તે ઊડીને આંખે વળગે તેવી છે.
તીર્થો સાહિત્ય પશ્ચાતું બીજા સ્તંભરૂપ તીર્થોની વિચારણા કરીએ તો સેંકડો કે સહસ્ત્રો વર્ષ પુરાણાં સ્થાવર તીર્થસ્થાનો, જે આજે જેને પ્રાચીન સંસ્કૃતિની ધરોહર સમા ઊભા છે, જે પવિત્રતાનાં જીવતાં દસ્તાવેજ છે... તેને એતિહાસિક પરંપરાનાં સૂપો ગણીને જાળવવા જોઈએ. ત્યાંનાં પાવન પરમાણુઓમાંથી દરેકની આત્મચેતના જાગૃત કરવાનો અમૂલ્ય લાભ દરેક અવારનવાર લે તે માટે સામૂહિક દિવ્ય યાત્રા - પ્રવાસો, છરી પાલિત સંઘો નીકળવા જોઇએ. આત્માને કર્મોથી તારનાર એવા તીર્થસ્થાનોનો ઉદ્ધાર, પ્રચાર, પ્રસાર થવો જ રહ્યો.
જ્ઞાનધારા
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org