Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ધર્મનો પર્યાય જ સત્ય છે, ઈશ્વર છે.
જ્યારે આપણે સત્ય અને ઈશ્વરની વાત કરીએ છીએ, ત્યારે આપણું પ્રયોજન ઈશ્વરના એ રૂપથી છે જે કરુણા, દયા, ક્ષમા, સમતા અને વાત્સલ્યયુક્ત છે, જેનો પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહ છે, જેમાં ક્યાંય બનાવટ, છળ, ઇર્ષ્યા નથી. એટલે જ મહાપુરુષોએ સત્યને ધર્મ અને ધર્મને સત્ય કહ્યો છે. આ જ શબ્દ જેનદર્શનમાં ભેદવિજ્ઞાનની દૃષ્ટિનો વાચક છે. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ સાધ્ય છે, મંઝિલ છે, ચરમ લક્ષ્ય છે અને ધાર્મિક ક્રિયાઓ રસ્તા છે, સાધન છે, માર્ગનું સંબલ છે. સંપ્રદાય સંકુચિત મનોવૃત્તિથી જન્મેલો અંશ છે. મિત્રો! આખો ઇતિહાસ સાક્ષી છે કે ધર્મ મનુષ્યને જોડ્યો છે અને સંપ્રદાય એને તોડ્યો છે. ઉપર મેં ધર્મના પર્યાયરૂપે ઈશ્વરની તેજોમય શક્તિની કલ્પના કરી છે. જેને કરુણા, દયા, ક્ષમા વગેરે ગુણોનો પ્રતીક કહેવામાં આવ્યો છે. ત્યારે એક રવાભાવિક પ્રશ્ન છે કે આ ગુણોનો પ્રયોગ કોના દ્વારા કોને માટે કરવામાં આવે? શું ઈશ્વર સીધો આવીને આનો ઉપયોગ કે પ્રયોગ કરશે? આ સવાલનો જવાબ જ મારા મૂળ વિષયનું પ્રતિપાદન છે.
ઈશ્વરની સહુથી ઉત્તમ રચના બુદ્ધિ અને વાણીનું વરદાન પામેલો મનુષ્ય છે. આ મનુષ્ય દ્વારા મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ બધા પ્રત્યે કરુણા, દયા, મમતા, વાત્સલ્યનો પ્રસાર જ ઈશ્વરના ગુણોનો પ્રસાર છે, આ જ ધર્મનો પ્રસાર છે અને આ જ માનવતાના ગુણોનું પ્રતીક છે. આથી આમ કહેવું યોગ્ય ગણાશે કે ઘર્મ એટલે આખી માણસજાત જ નહીં, પશુ-પંખી તેમજ વનસ્પતિ વગેરે પ્રત્યે ઉદારતા. સહિષ્ણુતા અને સમતાના ભાવોનો વિકાસ.
જ્યાં પ્રેમ અને વિશ્વાસ છે ત્યાં માનવતા છે, અને જ્યાં માનવતા છે, ત્યાં જ ધર્મ છે. જ્યાં માનવતા નથી ત્યાં ધર્મ નથી ટકી શકતો.
માણસ, જન્મ મનુષ્ય કે માનવ ભલે રહ્યો, પણ જ્યાં સુધી એનામાં માનવતાના ગુણોનો વિકાસ નથી થતો ત્યાં સુધી એ પૂર્ણ માનવ ન કહેવાઈ
૧૦૧
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org