Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કે
:
-
જૈન દર્શનનાં પર્યાવરણ વિષયક છે , વૈજ્ઞાનિક તથ્યો
છે
– ડો. જવાહર શાહ (એમએસ.સી., એમ.એ., એમ.ફિલ., જૈનોલોજી વિષય સાથે એમ.એ. અને એમ ક્લિ કર્યું છે. પુદ્ગલ પર પીએચ.ડી. કરી રહ્યા છે. ગુજરાત વિધાપીઠ, અમદાવાદમાં જૈનધર્મના વ્યાખ્યાતા : લેખો, સંપાદન વગેરેમાં સક્રિય છે.)
ભગવાન મહાવીરે એક પરમ સત્ય પ્રગટ કરતાં કહ્યું, “જે કોઈ પૃથ્વી, વાયુ, અગ્નિ, જલ અને વનસ્પતિ સૃષ્ટિની ઉપેક્ષા કરે છે તે સ્વયંના અસ્તિત્વની અવગણના કરે છે. કારણ કે તેનું અસ્તિત્વ આ તત્ત્વોની સાથે વણાએલું છે.”
જેન સૃષ્ટિવિજ્ઞાને સૃષ્ટિના પદાર્થોના પરસ્પર સહયોગ અને પરસ્પરાવલંબનના મૂળભૂત પ્રાકૃતિક તથ્યનો યુગોથી સ્વીકાર કર્યો છે. તો સામે છેડે આધુનિક પર્યાવરણ વિજ્ઞાનનો આ પાયો છે.
આ સમયે આપણને ભગવાન ઉમાસ્વાતિનું એ સૂત્ર યાદ આવી જાય'परस्परोपग्रहो जीवानाम्'
અર્થાત્ જીવમાત્ર પારસ્પરિક સહાય અને આધાર વડે સંકળાએલ છે. આ પ્રતિજ્ઞા અને દૃષ્ટિકોણ આજના યુગમાં પણ એટલાં જ સંગત છે જાણે તે વર્તમાન સમયનું જ સૂત્ર ન હોય!
અહીં પ્રકૃતિના સર્વપાસાઓનું સહઅસ્તિત્વનો સિદ્ધ થાય છે જ. સાથોસાથ ભૌતિક અને સાત્વિક રીતે પણ તે એકબીજા સાથે સંકળાયેલા છે અને પરસ્પરાવલંબનના અંશોથી પૂર્ણ આ જગતમાં, જીવન અને એ સુમેળ,
(જ્ઞાનધારા )
૧૫૮)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org