Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સંબંધો' કરતાં ઘણાં વધારે ગાઢ છે.' અને આવા અભિપ્રાયો માત્ર પશ્ચિમના શોધકો-સંશોધકોના જ છે એવું નથી, “લોખંડી પડદા પાછળ છૂપાયેલા રહેતા રશિયામાં પણ પુનર્જન્મ વિષયક શોધખોળ થતી આવી છે. રશિયન વૈજ્ઞાનિકો જેમને બહુમાનથી જુએ છે તે મોસ્કો સ્થિત સંશોધક મહિલા વારવારા ઈવાનોવે તારવ્યું છે કે માત્ર સુખ દુઃખના કારણ શોધવામાં જ નહિ, વ્યક્તિની ટેવો, સ્વભાવ અને અભાનપણે કરાતી ચેષ્ટાઓ પાછળના કારણો સમજવામાં પણ એજ - રીગ્રેશન સહાયક બને છે.
ક્વૉન્ટમ સિદ્ધાંતના સ્થાપક મહાન વિજ્ઞાની મેક્સ પ્લેન્ક કહે છે : ચૈતન્યને હું મૂળભૂત તરીકે ગણું છું. દ્રવ્યને ચેતન્યમાંથી નિગમન થયેલું તત્ત્વ માનું છું. આપણે ચૈતન્યની પેલે પાર જઈ શકતા નથી.” ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. રાજા રામન્ના પણ આવું જ માને છે : “વિજ્ઞાન તેની અદ્ભુત શક્તિઓ વડે પ્રગતિ કરતું રહે તો પણ તાત્ત્વિક પ્રશ્નો રહેવાના જ છે અને આપણે (વૈજ્ઞાનિક દષ્ટિએ) સુસ્પષ્ટ ઉત્તરે કદાપિ નહિ પહોંચી શકીએ. આથી આપણે તત્ત્વજ્ઞાન અથવા ધર્મ વગર કદાપિ જીવી શકીએ નહિ. જો કે સમય જતાં તે જુદાં નામ ધારણ કરે એવું બને.” પદાર્થ વિજ્ઞાન
વિજ્ઞાનનો અને જૈન દાર્શનિક ગ્રંથોનો એક સનાતન નિયમ છે કે આખા બ્રહ્માંડમાં દ્રવ્ય (પુલ)નો જથ્થો જ છે અને તે હંમેશાં અચળ જ રહે છે. વળી બીજું કારણ એ છે કે જેન ધર્મગ્રંથ શ્રી ભગવતી સૂત્ર અથવા શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર અથવા શ્રીવિવાહપતિ નામના પાંચમા અંગમાં આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વે જેનોના ચોવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને પ્રથમ શિષ્ય ગણધર શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમે પ્રશ્ન કર્યો છે.
હે ભગવન્! પરમાણુ પુગલ એ સમયના લોકના પૂર્વ ચરમાંતથી | છેડાથી પશ્ચિમ ચરમતમાં, પશ્ચિમ ચરમાંતથી પૂર્વ ચરમતમાં, દક્ષિણ ચરમાંતથી ઉત્તર ચરમતમાં, ઉત્તર ચરમાંતથી દક્ષિણ ચરમતમાં, ઉપરના ચરમાંતથી નીચેના ચરમતમાં, નીચેના ચરમાંતથી ઉપરના ચરમતમાં જાય?
જ્ઞાનધારા
૧૭૨
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org